પાકિસ્તાને વિકાસ બતાવવા ભારતના ફોટા ચોરીને પોતાના નામે ચઢાવી દીધા

પાક.ના પીએમ ઈમરાન ખાન દેશની સામે સાબિત કરવા માગતા હતા કે તેમણે કેટલી ઉપલબ્ધિઓ હાંસલ કરી છે
ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં અસ્થિર સ્થિતિને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ ક્યારેક આ પ્રયાસો ના કારણે ‘પોતાના જ પગ પર કૂહાડી મારવી’ જેવો હાલ થાય છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દેશની સામે સાબિત કરવા માગતા હતા કે તેમણે કેટલી ઉપલબ્ધિઓ હાંસલ કરી છે.
ત્રણ વર્ષમાં સરકારે કરેલા કામોની તસવીર પણ શેર કરી હતી, આ તસવીરો દ્વારા દેશમાં આવેલા વિકાસ અને પરિવર્તન બતાવવાની કોશિશ કરી હતી. જાેકે, આ કામ કરવામાં સરકારે મોટી ભૂલ કરી નાખી હતી. આ ભૂલ કર્યા બાદ ઈમરાન ખાનની સરકાર પોતાના જ દેશમાં ઘેરાઈ રહી છે.
પાકિસ્તાને વિકાસના જે પૂરાવા બતાવ્યા છે તે મૂળે ભારતના હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા અને સાંસદ મરિયમ ઔરંગઝેબે ઈમરાન સરકારની પોલ કોલી નાખી છે. જાેકે, થોડા દિવસ પહેલા સરકારે ત્રણ વર્ષ પૂર્ણ કર્યાના કેટલાક બ્રોશર્સ છપાવ્યા હતા. જેમાં સરકારની ઉપલબ્ધિઓ દર્શાવી હતી.
કોશિશ કરી હતી કે કોરોના મહામારી અને આર્થિક તંગી જેવી મુશ્કેલ સ્થિતિમાં પણ સરકારે યોજનાઓના ફાયદા ગણાવ્યા છે. જાેકે, મરિયમનું કહેવું છે કે જ્યારે કશું કામ નથી થયું, તો તસવીરો કઈ બતાવી શકાતી.. અને એટલે જ ભારતીય પોર્ટલ પરથી તસવીરો ચોરવામાં આવી છે.
મરિયમે લખ્યું છે, “આનાથી એ સાબિત થાય છે કે જાે દેશમાં રોજગાર આપવામાં આવે છે, કોઈ નવો પ્લાન લાગુ કરાય છે, લોકોને કોઈ રાહત આપવામાં આવે છે તો તેની તસવીર, તેના પૂરાવા હોય છે. માટે જ આપણે આજે ભારતીય પોર્ટલ પરથી તસવીરો ચોરીને નકલી વિકાસ અને સંપન્નતા દર્શાવી રહ્યા છીએ.
તેમણે આગળ એ પણ લખ્યું કે હવે ઈમરાન ખાન હવે આ મુદ્દે માફી માગવાના બદલે કે શરમ અનુભવવાના બદલે આ નકલી વિકાસ પર પણ બોલશે. મરિયમે ઈમરાન સરકારના પોસ્ટર અને ભારતીય પોર્ટલ પરથી મળેલી તસવીરોને સાથે શેર કરી છે.