Western Times News

Gujarati News

પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકો બ્રિટેન જઇ શકશે નહીં

લંડન: બ્રિટેનમાં વધતા કોરોના વાયરસના મામલાને ધ્યાનમાં રાખી પાકિસ્તાન ફિલીપીંસ કેન્યા અને બાંગ્લાદેશથી આવનારા યાત્રીકોને દેશમાં ફરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે આ પ્રતિબંધ નવ એપ્રિલની સવારે ૪ વાગ્યાથી લાગુ થઇ જશે.સરકાર તરફથી આ દેશોને રેડ લિસ્ટમાં નાખવામાં આવ્યા છે. આ લિસ્ટમાં પહેલા જ કેટલાક દેશ સામેલ છે સરકારે આ નિર્ણય આ દેશોમાં વધતા મામલાને ધ્યાનમાં રાખીને કર્યો છે.

સરકાર તરફથી જારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે જે પણ ૧૦ દિવસ પહેલા પણ આ દેશોમાં ગયા હશે તેમને બ્રિટેનમાં ધુસવા દેવામાં આવશે નહીં જાે કે આ નિયમ બ્રિટેન અને આયરિશ પાસપોર્ટ રાખનારા પર લાગુ થશે નહીં. આ ઉપરાંત તેના પર પણ આ નિયમ લાગુ થશે નહીં તેમણે બ્રિટેનમાં રહેવાનો અધિકાર છે. પરંતુ જાે તે પણ બ્રિટેનમાં આવે છે તો તેમને પણ હોટલમાં દસ દિવસ માટે કવારંટીન થવું પડશે કવારંટીનમાં રહેનારા જ યાત્રીકોના જ બે વાર ટેસ્ટ કરવામાં આવશે

આ રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ પણ તેમને દસ દિવસનો કવારંટીનનો સમય પુરા કરવો પડશે. આદેશમાં ટ્રાવેલ એડવાઇઝરી જારી કરતા બ્રિટેન આવનારા લોકો પહેલા સારી રીતે વસ્તુને જાણે અને સમજી લે એ યાદ રહે કે બ્રિટેનમાં વધતા કોરોનાના મામલાને ધ્યાનમાં રાખી પહેલા જ લગભગ ૪૦ દેશોના યાત્રીકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જાે જરૂરત ન હોય તો લોકો વિદેસ યાત્રા પર જવાથી દુર રહે અધિકારીઓએ કારણ વિના વિદેશ યાત્રા કરનારા પર સરકાર તરફથી ૫ હજાર પાઉડનો દંડ લગાવવાનો આદેશ પહેલા જ આપી દીધો છે. આ નવો આદેશ પણ આ મહીનાથી લાગુ થશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.