પાકિસ્તાન આતંકીઓને તાલીમ અને આશ્રય આપે છેઃ ભારત
સંયુકતરાષ્ટ્ર, સંયુકત રાષ્ટ્રના ૭૫ વર્ષ પુરા થવા પર આયોજીત વિશેષ કાર્યક્રમમાં જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવો પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશીની ભારે પડયો છે. ભારતે પાકિસ્તાનને આતંકવાદનો ગઢ અને આશ્રય સ્થાન બતાવી તેમની બોલતી બંધ કરી દીધી.ભારતે કહ્યું કે પાકિસ્તાન એક એવો દેશ છે જે આતંક ફેલાવનારાઓને તાલીમ આપે છે અને તેમને શહીદનો દરજજાે આપે છે.
ભારતે એ પણ કહ્યું કે પાકિસ્તાનમાં લધુમતિઓ પર અત્યાચાર વધી રહ્યાં છે સંયુકત રાષ્ટ્રમાં પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશીનો કાશ્મીર મુદ્દો ઉઠાવવા પર ભારતે જવાબ આપવાના અધિકાર હેઠળ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો સંયુકત રાષ્ટ્રમાં ભારતની પ્રથમ સચિવ વિદિશા મૈત્રાએ કુરેશીના ભાષણને ભારતના આંતરિક મામલામાં કયારેય ન ખતમ થનાર મનગઢંત વિચાર ગણાવ્યો. તેમણે કહ્યું કે હું જવાબ આપવાના અધિકાર હેઠળ પાકિસ્તાનના પ્રતિનિધિના નિવેદનનો જવાબ આપવા માંગુ છું તેમણે કહ્યું કે પાકિસ્તાન આ રીતના મંચનો ઉપયોગ વારંવાર ખોટા આરોપો લગાવવા માટે કરે છે પાકિસ્તાનના પ્રતિનિધિના જે વિચાર આપણે સાંભળ્યા તે ભારતના આંતરિક મામલામાં કયારેય ન ખતમ થનાર મનગઢંત વિચાર છે.
મૈત્રાએ કહ્યું કે ભારત કુરૈશીના જમ્મુ કાશ્મીરના દુર્ભાગ્યપૂર્ણ ઉલ્લેખને રદ કરે છે જે ભારતનો અભિન્ન અંગ છે. ભારતીય પ્રતિનિધિએ કહ્યું કે જાે સંયુકત રાષ્ટ્રમાં કોઇ એવો એજન્ડા જે પુરો થયો નથી તો તે વધતો આતંકવાદનો સામનો છે. પાકિસ્તાન એક એવો દેશ છે જે પુરી દુનિયામાં આતંકવાદના કેન્દ્રના રૂપમાં જાણીતો છે પાકિસ્તાને ખુદ આતંકવાદીઓને શરણ આપવા અને તાલીમ આપવા તથા તેમને શહીદનો દરજજાે આપવાનું સ્વીકાર કર્યું છે જયારે ખુદ પાકિસ્તાન લઘુમતિઓની વિરૂધ્ધ અત્યાચાર કરે છે.HS