પાકિસ્તાન કોઇ પણ યુધ્ધને જીતવા માટે તૈયારઃ પાક.સેના પ્રમુખ
ભારતે બિનકાનુની રીતે કાશ્મીરનો વિશેષ રાજયનો દરજજાે ખતમ કરી દીધો પાકિસ્તાન તેનો સ્વીકાર કરશે નહીં
ઇસ્લામાબાદ, ચીન બાદ હવે તેમના આયરન બ્રધર પાકિસ્તાનની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ ભારતે લુખ્ખી ધમકી આપી છે જનરલ બાજવાએ ભારતને ખુલ્લી ચેતવણી આપી છે કે પાકિસ્તાન પાંચમી પેઢી કે હાઇબ્રિડ વોરને જીતવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આ સમયે અનેક મોરચા પર પડકારોનો સામનો કરી રહી છે જેનો હેતુ દેશ અને પાકિસ્તાની સેનાને બદનામ કરવાનો છે.
પાકિસ્તાનના ડ્ફેંસ ડે અને શહીદ દિવસ પર રાવલપીડીમાં આયોજિત કાર્યક્રમમાં જનરલ બાજવાએ કહ્યું કે અમે પાંચમી પેઢી કે હાઇબ્રીડનો સામનો કરી રહ્યાં છે તેનો હેતુ પાકિસ્તાન અને સેનાને બદનામ કરવા તથા અવ્યવસ્થા પેદા કરવાની છે તેમણે કહ્યું કે અમે આ ખતરાથી વાકેફ છે અને દેશની મદદથી આ જંગને નિશ્ચિત રીતે જીતીશું ભારતનું નામ લીધા વિના બાજવાએ કહ્યું કે જાે અમારા ઉપર યુધ્ધ થોપવામાં આવ્યું તો અમે દરેક એક આક્રમક કાર્યવાહીનો જાેરદાર જવાબ આપીશું.
જનરલ બાજવાએ કહ્યું કે હું દેશ અને પુરી દુનિયાને એક સંદેશ આપવા માંગુ છું કે પાકિસ્તાન એક શાંતિપ્રિય દેશ છે પરંતુ અમારા ઉપર જાે યુધ્ધ થોપવામાં આવ્યું તો અમે દરેક આક્રમક કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપીશુ હમે દુશ્મનીની ઘાતક ઇચ્છાનો જવાબ આપવા માટે તૈયાર છે પાકિસ્તાનની જવાબી કાર્યવાહીના ઇરાદાની બાબતમાં કોઇને શંકા નથી ભારતની સાથે ૧૯૬૫ની જંગમાં સખ્ત પરાજય ખાનાર પાકિસ્તાની સેના પ્રમુખે દાવો કર્યો કે આ યુધ્ધમાં પાકિસ્તાનને જીત મળી હતી બાજવાએ વર્ષ ૨૦૧૯માં ભારતના બાલકોટ એયર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાની કાર્યવાહીનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે કોઇને પણ પાકિસ્તાની જવાબી કાર્યવાહીની તૈયારીની બાબતમાં શંકા થવી જાેઇએ નહીં. પાકિસ્તાની સેના પ્રમુખે દાવો કર્યો કે અમે દક્ષિણ એશિયામાં શાંતિ ઇચ્છીએ છીએ અને અફધાનિસ્તાનને લઇ ચાલી રહેલ અમારા પ્રયાસ તેનું ઉદાહરણ છે.
પરંતુ ભારતે ગેરજવાબદારી રીતનું વલણ અપનાવ્યું છે આ દરમિયાન તેમણે એકવાર ફરીથી કાશ્મીરનો રાગ અલાપ્યો અને કહ્યું કે ભારતે બિનકાનુની રીતે કાશ્મીરનો વિશેષ રાજયનો દરજજાે ખતમ કરી દીધો પાકિસ્તાન તેનો સ્વીકાર કરશે નહીં
હાઇબ્રિડ વોરફેયર એક વ્યાપક સૈન્ય રણનીતિક છે જેના દ્વારા દુશ્મન દેશમાં રાજનીતિક યુધ્ધ મિશ્રિત પરંપરાગત યુધ્ધ અને સાઇબર યુધ્ધને પરિણામ આપવામાં આવે છે.
સાઇબર યુધ્ધમાં ફેક ન્યુઝ કુટનીતિ અને ચુંટણી હસ્તક્ષેપ દ્વારા દુશ્મનને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે ભારતની વિરૂધ્ધ હાઇબ્રિડ વોર છેડી રાખનાર પાકિસ્તાન હવે ભારત પર તેના માટે આરોપ લગાવી રહ્યું છે.હકીકતમાં પાકિસ્તાન બલુચિસ્તાન અને ખૈબર પખતુનખ્વા વિસ્તારમાં સ્થાનિક જનતાનો જાેરદાર વિરોધનો સામનો કરી રહ્યું છે તેમાં અનેક પાકિસ્તાની સૈનિકોને પોતાનો જીવ ગુમાવ્યો છે પાકિસ્તાન આરોપ લગાવી રહ્યું છે કે ભારત આવા વિદ્રોહીઓની મદદ કરે છે પાકિસ્તાની સેનાને જન વિદ્રોહ વધુ ઉગ્ર થવાનો ભય સતાવી રહ્યો છે બલુચિસ્તાન વિસ્તારમાં ચીન પણ અબજો ડોલરનું રોકાણ કરી રહ્યું છે.HS