પાકિસ્તાન ગભરાયું : અનુચ્છેદ 370 હટાવાતા પાક.સંસદનું સંયુક્ત સત્ર બોલાવાયું
પાકિસ્તા:પાકિસ્તાને આજે જમ્મુ-કાશ્મીરનાં વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 હટાવાના કેન્દ્રની મોદી સરકારનાં નિર્ણયથી ગભરાયેલા પાકિસ્તાને આજે પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોઇ પણ પ્રકારનો એક તરફી નિર્ણયથી રાજ્યની વિવાદીત સ્થિતિમાં આજે પરિવર્તન નહિં આવે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાંવ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનાં પ્રસ્તાવમાં જમ્મુ-કાશ્મીરને વિવાદીત માનવામાં આવ્યું હતું. તેમજ ભારત દ્વારા લેવાયેલો એકતરફી નિર્ણય જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનનાં લોકોને સ્વીકાર્ય નથી.
ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં જણાંવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારતનાં બંધારણઆં કલમ 370નાં ખંડ 1 સિવાય તમામ અનુચ્છેદ રદ્દ કરવાની ભલામણ કરી હતી. તેમણે જણાંવ્યું કે રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની જાહેરાત કરી હતી. કાશ્મીરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. પહેલા ભાગમાં જમ્મુ-કાશ્મીર રહેશે, જ્યાં વિધાનસભા હશે. તેમજ બીજા ભાગમાં લદ્દાખ હશે, જ્યાં પુરી રીતે કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે.