પાકિસ્તાન પણ ભારતથી વેક્સીન લેવા માંગે છે
ભારત તરફથી પાકિસ્તાનને પણ મળી શકે છે વેક્સિન-ભારત અત્યાર સુધીમાં બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન અને માલદીવને કોરોના વેક્સીનના લાખો ડોઝ મોકલી ચૂક્યું છે.
નવી દિલ્લી, કોરોના વાયરસને મ્હાત આપવા માટે ભારત તરફથી પડોશી દેશોને સતત મદદ કરવામાં આવી રહી છે. ભારત અત્યાર સુધીમાં બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન અને માલદીવને કોરોના વેક્સીનના લાખો ડોઝ મોકલી ચૂક્યું છે. ભારતીય વેક્સીનની દુનિયાભરમાં જાેરદાર ડિમાન્ડ છે.
અત્યાર સુધી લગભગ ૯૨ દેશોએ ભારત સરકાર પાસેથી વેક્સીન ખરીદવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે. એવામાં સવાલ ઉઠે છે કે શું પડોશી દેશ પાકિસ્તાનને પણ ભારત તરફથી વેક્સીનના ડોઝ મળી શકે છે? મીડિયા રિપોટ્ર્સનું માનીએ તો નેબરહુડ ફર્ટ્એ પોલિસી હેઠળ ભારત પોતાના પડોશી અને નજીકના દેશોને કોરોનાની વેકસીન મોકલી રહ્યું છે.
અંગ્રેજી અખબાર મુજબ, પાકિસ્તાન પણ ભારતથી વેક્સીન લેવા માંગે છે. તેના માટે પાકિસ્તાનની પાસે બે રસ્તા છે. પહલો એ કે ઈમરાન ખાનની સરકાર પીએમ મોદીને પડોશી હોવાના કારણે વેક્સીનની ડિમાન્ડ કરી શકે છે. ભારત નેબરહુડ ફર્સ્ટ પોલિસી હેઠળ પાકિસ્તાનને વેક્સીન આપી શકે છે.
જ્યારે પાકિસ્તાનની પાસે બીજાે રસ્તો છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના માધ્યમથી આ વેક્સીન લે. મૂળે કોવેક્સ નામનું એક સંગઠન છે જેના માધ્યમથી ૧૯૦ દેશોની ૨૦ ટકા જનસંખ્યાને મફતમાં વેક્સીન આપવામાં આવે છે. પાકિસ્તાન પણ તેનો સભ્ય દેશ છે. કોવીશિલ્ડ વેક્સીનના ૨૦ લાખ ડોઝ બાંગ્લાદેશ અને ૧૦ લાખ ડોઝ નેપાળને મોકલવામાં આવી ચૂક્યા છે.