પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા મળશે
નવીદિલ્હી: ભારતની નરેન્દ્ર મોદી સરકારે બિન મુસ્લિમ શરણાર્થીઓની નાગરિકતા માટે મોટો ર્નિણય કર્યો છે. દેશના ૧૩ જિલ્લામાં રહેતા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાનો મોદી સરકારે ર્નિણય કર્યો છે. આના માટે કેન્દ્ર સરકારે આવેદન મંગાવ્યા છે. ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા અને પંજાબના ૧૩ જિલ્લાઓ આ બિન મુસ્લિમ શરણાર્થીઓ રહી રહ્યા છે. જેમનો ધર્મ હિંદુ, જૈન, સિખ કે પછી બૌદ્ધ છે. સરકારે તેમની પાસે ભારતીય નાગરિકતા માટે આવેદન મંગાવ્યા છે. નાગરિકતા કાયદો ૧૯૫૫ અને ૨૦૦૯માં બનેલા કાયદા હેઠળ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશના તત્કાળ કાર્યાન્વય માટે એક અધિસૂચના જારી કરી છે.
એક અધિસૂચનામાં ગૃહ મંત્રાલયે કહ્યુ કે ગુજરાતમાં મોરબી, રાજકોટ, પાટણ અને વડોદરા, છત્તીસગઢમાં દુર્ગ અને બલૌદાબાજાર, રાજસ્થાનમાં જાલોર, ઉધયપુર, પાલી, બાડમેર અને સિરોહી, હરિયાણામાં ફરીદાબાદ અને પંજાબના જાલંધરમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતી સમાજ હિંદુ, સિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ લોકોને ભારતીય નાગરિક તરીકે રજિસ્ટર કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. નાગરિકતા કાયદા ૧૯૫૫ની કલમ ૧૬ હેઠળ મળેલી શક્તિઓનો ઉપયોગ કરીને મંત્રાલયે કાયદાની કલમ પાંચ હેઠલ આ ર્નિણય કર્યો છે.
જારી થયેલી અધિસૂચના અનુસાર નાગરિકોએ રજિસ્ટ્રેશન કે દેશીકરણનના પ્રમાણપત્ર માટે આવેદન ઑનલાઈન કરવાનુ રહેશે. આવેદનની ખરાઈ જિલ્લા સ્તર અને રાજ્ય સ્તરે કલેક્ટર કે સચિવો દ્વારા એક સાથે કરવામાં આવશે. આવેદન અને તેનો રિપોર્ટ ઑનલાઈન પોર્ટલ પર કેન્દ્ર સરકારને એક સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જાે કે કેન્દ્ર સરકારે ૨૦૧૯માં લાગુ સંશોધિત નાગરિકતા કાયદો(સીએ) હેઠળ નિયમો હાલમાં તૈયાર કર્યા નથી. નાગરિકતા સુધારા કાયદો ૨૦૧૯માં બનાવવામાં આવ્યો હતો. સીએએ હેઠળ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન શોષિત કરવામાં આવેલા આવા લઘુમતી બિન મુસ્લિમોને નાગરિકતા આપવાની જાેગવાઈ છે જે ૩૧ મે, ૨૦૧૪ સુધી ભારત આવી ગયા હતા