Western Times News

Gujarati News

પાકિસ્તાન સાથે યુદ્ધ થાય તો શીખ સૈનિકો ભારત માટે ન લડેઃ પન્નુ

ખાલિસ્તાન તરફી અલગતાવાદી નેતાએ ફરી ભારત માટે ઝેર ઓક્યું

જો ભારત પાકિસ્તાન પર હુમલો કરશે તો આ ભારત અને મોદી માટે અંતિમ યુદ્ધ હશે: પન્નુ

ટોરન્ટો,
ખાલિસ્તાની તરફી અલગતાવાદી ગુરપતવંત સિંઘ પન્નુએ ફરી તેની ઓકાત બતાવી છે અને ભારત માટે ઝેર ઓક્યું છે. તેણે ભારતીય સેનામાં રહેલા શીખ સૈનિકોને દેશ માટે નહિ લડવાની હાકલ કરી છે. તેણે કહ્યું છે કે પાકિસ્તાન સાથે યુદ્ધ થાય તો તેઓ ભારત વતી ન લડે. ‘શીખ ફોર જસ્ટિસ’ના નેતાએ એવો પણ દાવો કર્યાે હતો કે યુદ્ધની સ્થિતિમાં સરહદની ભારતીય બાજુએ રહેતા પંજાબીઓ પાકિસ્તાની સેનાને ‘લંગર પીરસશે’. તેણે ઉમેર્યું છે કે જો ભારત પાકિસ્તાન પર હુમલો કરશે તો આ ભારત અને મોદી માટે અંતિમ યુદ્ધ હશે. પાકિસ્તાની અખબાર ડોને જણાવ્યું છે કે પન્નુએ એક વીડિયો મેસેજમાં આ સંદેશો પાઠવ્યો છે.

જેમાં તેણે શીખ સૈનિકોને સંબોધીને કહ્યું છે કે પાકિસ્તાન દુશ્મન નથી, પરંતુ એક મિત્ર દેશ છે. આપણે પંજાબને આઝાદ કરાવીશું ત્યારે તે આપણો પડોશી હશે. ‘હવે નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવાદી યુદ્ધને ના કહેવાનો સમય છે.’ પાકિસ્તાન સામે લડશો નહીં. પાકિસ્તાન તમારો દુશ્મન નથી. પાકિસ્તાન શીખ લોકો અને ખાલિસ્તાન માટે મૈત્રીપૂર્ણ દેશ રહેશે અને રહેશે. એકવાર આપણે પંજાબને આઝાદ કરીશું, પછી પાકિસ્તાન આપણું પાડોશી બનશે તેમ તેણે ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે પન્નુ અગાઉ પણ અનેક વખત ભારત વિરોધી વાતો કરી ચૂકયો છે. હાલમાં પહેલગામ હુમલા પછી પાકિસ્તાન સાથે તંગદિલી ચાલી રહી છે ત્યારે તેણે સૈનિકોને ભડકાવવા માટેનું નિવેદન જારી કર્યું છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.