પાકિસ્તાન સેનાનો કાશ્મીર સરહદે અંધાધૂંધ ગોળીબાર
નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણની ઘટનાની અસર પાકિસ્તાનમાં પણ જાવા મળી હતી. એક તરફ નવી દિલ્હીમાં ભારતના ટોચના રાજકીય આગેવાનો વચ્ચે બેઠકોનો દૌર ચાલી રહયો હતો ત્યારે પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. પાકિસ્તાની સેનાની ત્રણેય પાંખના વડાઓની આઈ.એસ.આઈ હેડકવાટર્સ ખાતે બેઠક મળી હતી.
જેમાં ચીન- ભારત વચ્ચે સર્જાયેલ તણાવની સ્થિતિની ચર્ચા થઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય સેના કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત આતંકવાદીઓનો ખાત્મો બોલાવી રહયા છે તો સરહદે પાકિસ્તાનની હરકતનો જવાબ આપીને ભારતીય સેનાએ થોડા દિવસ પહેલા પાકિસ્તાનની ૧૩ ચોકીઓ ઉડાવી દીધી હતી તેથી પાકિસ્તાન રઘવાયુ થયુ હતુ. ચીન સાથેની ઘટનામાં ભારતીય સેનાની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાન ફફડી ગયુ છે. સવારથીજ પાકિ. સેનાએ અંધાધૂંધ ગોળીબાર કરતાં ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપવાનું ચાલુ કર્યુ છે.