Western Times News

Gujarati News

પાકિસ્તાન હાઈકમિશનને ૫૦% સ્ટાફ ઓછો કરવાનો આદેશ

Files Photo

નવી દિલ્હી: ભારતે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈકમિશનમાં કર્મચારીઓની સંખ્યા ૫૦ ટકા ઓછી કરવા જણાવ્યું છે. આ સાથે જ ભારત પણ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ સ્થિત પોતાના હાઈ કમિશનમાં કર્મચારીઓની સંખ્યાને એટલા જ પ્રમાણમાં ઘટાડો કરશે.

આ અંગે મંગળવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું કે, “પાકિસ્તાન હાઈકમિશનના પ્રભારીને આ બાબતે જાણ કરવામાં આવી છે. આ આદેશને એક અઠવાડિયાની અંદર લાગુ કરવાનો રહેશે. ભારતે આરોપ લગાવ્યો છે કે, પાકિસ્તાન હાઈકમિશનના અધિકારીઓ જાસૂસી અને આતંકવાદી સંગઠનો સાથે સાંઠગાંઠ જેવી ગતિવિધિઓમાં સામેલ રહ્યાં છે.”

વિદેશ મંત્રાલયે પોતના નિવેદનમાં થોડા દિવસ પહેલા ઈસ્લામાબાદમાં બે ભારતીય અધિકારીઓના અપહરણ કરવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. આ સાથે જ પાકિસ્તાની એજન્સીઓ દ્વારા હેરાનગતિની પણ વાત કરવામાં આવી છે. સ્ઈછના પ્રવક્તાએ જણાવ્યું કે, પાકિસ્તાનનો વહેવાર વિયેના કન્વેન્શનના અનુરૂપ નથી. દ્વિપક્ષીય સમજૂતિ અંતર્ગત તેમના અધિકારીઓનો વ્યવહાર યોગ્ય નથી.

જણાવી દઈએ કે, ૩૧ મેના રોજ ભારતે પાકિસ્તાન હાઈકમિશનના બે અધિકારીઓને જાસૂસીના આરોપમાં ઝડપી પાડયા હતા. જે બાદ બન્ને જણાને ૨૪ કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના પર પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો હતો. વાસ્તવમાં દિલ્હી પોલીસે પાકિસ્તાન હાઈ કમિશનના બે અધિકારીઓ આબિદ હુસૈન અને મુહમ્મદ તાહિરને એવા સમયે ઝડપી પાડયા હતા, જ્યારે તેઓ લાંચ આપીને ભારતીય નાગરિક પાસેથી સુરક્ષા સંસ્થાઓની ગુપ્ત જાણકારી સબંધિત દસ્તાવેજા લઈ રહ્યાં હતા.

આ અધિકારીઓ પાકિસ્તાન હાઈકમિશનના વિઝા સેક્સનમાં કામ કરી રહ્યાં હતા. પૂછપરછમાં જણાવ્યું કે, તેઓ પાકિસ્તાની જાસૂસી સંસ્થા ૈંજીં માટે પણ કામ કરી રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.