પાકિસ્તાન હિન્દુઓના મોટાભાગના પ્રાચીન ધર્મ સ્થળોને સંભાળવામાં નિષ્ફળ
ઇસ્લામાબાદ, ભારતમાં લધુમતિઓની સાથે દુર્વ્યવહારની વાતો કરનાર પાકિસ્તાનમાં હિન્દુઓની શું સ્થિતિ છે તે કોઇથી છુપાયેલ નથી અને હવે ખુદ પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે બનેવાલ પંચે પોતાના રિપોર્ટમાં એકવાર ફરી તેનો ખુલાસો કર્યો છે પંચના રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં હિન્દુઓના મંદિરોની કેટલી ખરાબ સ્થિતિ છે.
પાકિસ્તાનના ડોન ન્યુઝ અનુસાર સુપ્રીમ કોર્ટે હિન્દુ મંદિરોની સ્થિતિ પર રિપોર્ટ આપવા માટે ડો.શોએબ સદલના નેતૃત્વમાં એક સભ્યાવળી પંચની રચના કરી હતી પંચે પોતાનો સાતમા રિપોર્ટ પાંચ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં આપ્યો છે રિપોર્ટમાં અફસોસ વ્યકત કરવામાં આવ્યો છે એઇવૈકયુઇ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ હિન્દુઓના મોટાભાગના પ્રાચીન ધર્મ સ્થળોને સંભાળવામાં નિષ્ફળ રહ્યું છે.
પંચે છ જાન્યુઆરીએ ચકવાલમાં કટસ રાજ મંદિર અને સાત જાન્યુઆરીએ મુલ્તાનના પ્રહલાદ મંદિરનો પ્રવાસ કર્યો હતો રિપોર્ટમા પાકિસ્તાનના ચાર સૌથી વધુ પ્રસિધ્ધ મંદિરમાંથી હેની માહિતી આપી છે અને તેની તસવીરો પણ રિપોર્ટમાં સંલગ્ન કરી છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે એક સભ્ય પંચની રચના કરી હતી જાે કે આ પંચમાં ત્રણ સહાયક સભ્ય પણ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં ૩૬૫ મંદિર છે જેમાંથી ફકત ૧૩ની સારસંભાળની જવાબદારી ઇટીપીબીએ લીધી છે જયારે ૬૫ મંદિર એવા છે જેની દેખરેખ ખુદ હિન્દુ સમુદાય કરી રહ્યા છે જયારે ૨૮૭ મદિરોને ભૂ માફિયાઓના હવાલે છોડી દેવામા આવ્યા છે.
એ યાદ રહે કે પાકિસ્તાનની સુપરીમ કોર્ટે ગત મહીને જ ખૈબર પખ્તુનખ્વામાં તોડવામાં આવેલ એક સદી જુના મંદિરને બીજીવાર બનાવવાનો આદેશ આપ્યો હતો આ મંદિર પર ડિસેમ્બર ૨૦૨૦માં ભીડે હુમલો કર્યો હતો અને આગ લગાવી દીધી હતી ત્યારબાદ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તર પર ખુબ શર્મિદગી સહન કરવી પડી હતી.HS