પાકી ફૂટપાથ બનાવવા અમદાવાદમાં ૮૯ કરોડ રૂપિયા ખર્ચાશે

અનેક વિસ્તારોમાં ફુટપાથો તૂટેલી અને ઉખડેલી, આ ઉપરાંત ફૂટપાથ પર જ ફેરિયાઓ તથા દુકાનદારો દબાણ કરે છે. ઘણાં વિસ્તારોમાં ફૂટપાથ પર પાર્કિગ કરી દેવાય છે.
શહેરમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા ગ્રીન બફર અને ગ્રીન બેલ્ટ માટે ફકત રપ કરોડ ખર્ચાશે- નાણાંપંચની ૧પ૮ કરોડની ગ્રાન્ટમાંથી સ્મશાનની ભઠ્ઠી સુધારણા માટે ૧૦ કરોડ ખર્ચાશે
અમદાવાદ, શહેરમાં વાયુ પ્રદુષણ ઘટાડીને પર્યાવરણ સુધારવા માટે નાણાંપંચે ૧૬૦ કરોડની ગ્રાન્ટ ફાળવી છે. તેમાંથી ગ્રીન બફર અને ગ્રીન બેલ્ટ માટે ફકત રૂા.રપ કરોડ ખર્ચાશે તેની સામે રોડ સાઈડે પાકી ફુટપાથ બનાવવા રૂા.૮૯ કરોડ જેટલી જંગી રકમ ખર્ચવામાં આવનાર છે.
અમદાવાદ મ્યુનિ. સુત્રોનાં જણાવ્યા અનુસાર ગુજરાત મ્યુનિસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા એર કવોલીટી સુધારવા માટે ૧પ૮ કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કરતાં મ્યુનિ. સત્તાધીશોએ તેમાં થોડો વધારો કરીને ૧૬૦ કરોડનાંખર્ચે છ કામો કરવાનો નિર્ણય લીધો છે.
સુત્રોએ કહયું કે, ફાઈનાન્સ બોર્ડે પહેલાં ૯૧ કરોડની ગ્રાન્ટ ફાળવી હતી એન તેમાં છ કામ કરવા સ્ટે.કમીટીએ મંજૂરી આપી હતી. ત્યારબાદ કોઈ કારણસર ૬૭ કરોડના ખર્ચે કરવાનાં થતાં પાંચ કામો રદ કરી દેવાયા હતા તેના પગલે ૬૭ કરોડ મ્યુનિ. પાસે જમા થયા હતા. આ સિવાય ફાઈનાન્સ બોર્ડે એર કવોલીટી સુધારવા માટે ૯૧ કરોડની બીજી ગ્રાન્ટ ફાળવી હતી.
આ બંને ગ્રાન્ટ રકમ ૧પ૮ કરોડ થવા પામે છે તેની જુદા જુદા કામોમાં ખર્ચ કરવામાં આવશે. જાેકે શહેરમાં વાયુ પ્રદુષણ ડામવામાં વૃક્ષો મહત્વનો ભાગ ભજવે છે. અને મોટા પાયે વૃક્ષારોપણ કરવાની વાતો કરતાં સત્તાધીશોએ જાહેર માર્ગો ઉપરનાં ટ્રાફીક કોરીડોર સાથે ગ્રીન બફર બનાવવા તેમજ ઓપન એરીયા, બગીચા, કોમ્યુનીટી પ્લેસ, શાળાઓ અને હાઉસીગ સોસાયટીઓ તથા ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં ગ્રીન બેલ્ટનાં ફરજીયાત ડેવલપમેન્ટ માટે ફકત રપ કરોડની ગ્રાન્ટ ફાળવી છે.
જયારે વર્ષોથી વોલ ટુ વોલ રોડ અને પછી ફુટપાથ પાછળ કરોડોનો ખર્ચ કર્યા પછી પણ અનેક વિસ્તારોમાં ફુટપાથો તૂટેલી અને ઉખડેલી જાેવા મળે છે. તેમ છતાં અકળ કારણોસર મ્યુનિ. સત્તાધીશોએ રોડ સાથે પાકી ફુટપાથ બનાવવા માટે ૮૯ કરોડની જંગી રકમ ફાળવી દેતાં આશ્ચર્ય વ્યાપી ગયું છે.
જાેકે, મ્યુનિ. સુત્રોએ કહયું કે, ઈજનેર ખાતા સંબંધીત કામોમાંથી ચુંટણીફંડ સરળતાથી પ્રાપ્ત થતું હોવાથી પાકી ફુટપાથ પાછળ ગ્રાન્ટનો મોટો હિસ્સો ફાળવી દેવાયો છે. તદઉપરાંત શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં આવેલાં સ્મશાનોમાં હજુ પણ લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે અને અમુક જગ્યાએ સીએનજી ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે છે.