પાકુ લાયસન્સ એક્ષપાયર થયુ હોય તો પરીક્ષા વિના કાચુ મળશે
(એજન્સી) અમદાવાદ, વાહનમાલિકનું પાકુ લાયસન્સ એક્ષપાયર થઈ ગયુ હોય તો અરજદારને આરટીઓમાં પરીક્ષા આપ્યા વગર જ કાચુ લાયસન્સ મળી શકે છે. આમ, છતાં નિયમથી અજાણ વાહનચાલકો કાચા લાયસન્સની પરીક્ષા માટે દોડધામ કરતા હોય છે. આવા કેસમાં અરજદારે ફેસલેસ હેઠળ અરજી કરવાની હોય છે.
ફેસલેસની અરજી હેઠળ કાચુ લાયસન્સ ઘરે પહોંચાડવાને બદલે આરટીઓમાં બોલાવાતા અરજદારો નારાજ છે. પાકુ લાયસન્સ એક્ષપાયર થઈ જાય તો ફેસલેસ હેઠળ અરજી કરનારને સાત દિવસમાં ઘરે બેઠા કાલુ લાયસન્સ મળી જાય એવી વ્યવસ્થા છે. જાે કે ઘણા વાહનચાલકોને ખબર ન હોવાથી એજન્ટો તેનો લાભ ઉઠાવતા હોય છે.
અરજદારો તરફથી ફેસલેસ હેઠળ અરજી મળ્યા પછી વેરિફિકેશન કરીને આરટીઓ કચેરીએ કાચુ લાયસન્સ ઘરે મોકલી આપવાનું હોય છે. તેના બદલે આરટીઓમાં રૂબરૂ બોલાવી અરજદારની સામે અરજીનું વેરીફિકેશન કર્યા પછી તેને કાલુ લાયસન્સ અપાયછે.
ફેસલેસ હેઠળ અરજીની ચકાસણી થઈ શકતી હોવા છતાં રૂબરૂ બોલાવી અરજદારો પાસેથી બિનજરૂરી ચાર્જ તેમજ કાગળો મંગાવીને કનડગત કરાય છે. સરકારમાં ફરીયાદ કરવા છતાં અધિકારીઓ પગલાં ભરતા નહીં હોવાનો અરજદારોનો આક્ષેપ છે.