Western Times News

Gujarati News

પાકે ગિલગિત બાલ્ટિસ્તાનમાં ચીનને ખનનનો ગેરકાયદેસર ઠેકો આપ્યો

નવીદિલ્હી, પાકિસ્તાન વારંવાર પોતાની નાપાક હરકતોથી આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની બેઇજ્જતી કરાવતુ રહે છે પાકે એક વારફરી આંતરરાષ્ટ્રીય કાયદા અને પોતાના બંધારણનો ભંગ કરી ચીનની ખનનની કંપનીઓને ગિલગિત બાલ્ટિસ્તાન વિસ્તારમાં ગેરકાયદેસર સોનુ અને યુરેનિયમની ખનનનો અઘિકાર આપી દીધો છે એટલું જ નહીં ઇસ્લામાબાદે બીજીંગની સાથે કરોડો રૂપિયાના કરાર પણ કર્યા છે. આ કરાર દાયમર ડિવિઝન પર એક મોટા ડેમ બાંધવાના નિર્માણ માટે કરવામાં આવ્યો છે. જયારે આ વિસ્તાર કાનુની રીતે ભારતનો છે અને પાકગિસ્તાને તેના પર કબજાે કરી રાખ્યો છે.

ઇમરાન સરકાર ગિલગિત બાલ્ટિસ્તાનમાં સોનુ યુરેનિયમ અને મોલિબ્ડેમનના ખનન માટે ૨,૦૦૦થી વધુ લીઝ ગેરકાનુની રીતે ચીની કંપનીઓને આપી દીધી છે તેના માટે પાકિસ્તાને પર્યાવરણના માનકોની પણ પરવાહ કરી નથી ગેરકાયદેસર ખનનના મામલાનો ખુલાસો નિર્વાસિત નેતા અને ગિલગિત બાલ્ટિસ્તાન વિસ્તારના એક મુખ્ય રાજનીતિક સંગઠન યુનાઇટેડ કાશ્મીર પીપલ્સ નેશન પાર્ટી યુકેપીએનપીના મુખ્ય પ્રવકતા નાસિર અજીજ ખાને કર્યો છે. નાસિરે કહ્યું કે અમે આગામી મહીને જીનીવામાં સંયુકત રાષ્ટ્રના સંમેલનમાં પ્રાકૃતિક સંસાધનોને લુંટવાની પાકિસ્તાનની કાવતરાનો પર્દાફાશ કરીશું. આ પાકિસ્તાનના બંધારણનો પણ ભંગ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.