Western Times News

Gujarati News

પાક. આતંકનું કેન્દ્ર, હજુ પણ ૪૦૦૦૦ આતંકીઓ: ભારત

૬૦૦૦થી ૬૫૦૦ પાકિસ્તાનના આતંકવાદીઓ પાડોશી દેશ અફઘાનમાં હોવાનો સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો ખુલાસો

સંયુક્ત રાષ્ટ્ર, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરૂમૂર્તિએ મંગળવારે પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર ગણાવ્યું હતું. તેમણે યુએનના રિપોર્ટનો હવાલો આપ્યો હતો જેમાં વિદેશી આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની ભાગીદારીનો ઉલ્લેખ થયો છે. તેમણે જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની આતંકવાદીઓ ઉપસ્થિત છે અને તેઓ ત્યાં આતંકવાદી હુમલાને પરિણામ આપે છે. ટીએસ તિરૂમૂર્તિના કહેવા પ્રમાણે પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે તે તથ્ય બધા જ જાણે છે. પાકિસ્તાન આતંકવાદ અને લિસ્ટેડ આતંકવાદીઓ, આંતરરાષ્ટ્રીય સ્તરની આતંકવાદી સંસ્થાઓ જમાત ઉદ દાવા, લશ્કર એ તૈયબા, જેઈએમ તથા હિજબુલ મુજાહિદ્દીનનું સૌથી મોટું ઘર છે. યુએનના એનાલિટીકલ સપોર્ટ એન્ડ સેન્કશન્સ મોનિટરીંગ ટીમના ૨૬મા રિપોર્ટનો હવાલો આપતા રાજદૂતે જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્રએ પણ પોતાના અહેવાલમાં વિદેશમાં આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની ભાગીદારી દોહરાવી છે.

વર્તમાન રિપોર્ટમાં વિશ્લેષ્ણાત્મક સહાય અને પ્રતિબંધોનું મોનિટરીંગ કરતી ટીમ જે આઈએસઆઈએલ, અલ કાયદાની આતંકવાદી ગતિવિધિઓ પર સમય સમયે પોતાનો રિપોર્ટ પ્રસ્તુત કરે છે તેમાં પાકિસ્તાનની ભાગીદારીના પ્રત્યક્ષ સંદર્ભ પણ મળ્યા છે. તિરૂમૂર્તિએ જણાવ્યું કે, ‘આ રિપોર્ટમાં સ્પષ્ટ રીતે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન આતંકવાદી સમૂહોના નેતૃત્વમાં છે. રિપોર્ટમાં અલ કાયદાના નેતાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે પાકિસ્તાની નાગરિક છે. તે સ્પષ્ટપણે સ્વીકૃત છે કે આ સંસ્થાઓને નેતૃત્વ અને ધન પાકિસ્તાનમાંથી મળે છે.’

વધુમાં જણાવ્યું કે, ‘મે મહિનામાં લોન્ચ થયેલા એક પાક…રિપોર્ટમાં પાકિસ્તાન ખાતેના આતંકવાદી સંગઠન જેઈએમ અને એલઈટી અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ સાથે સતત ઉપસ્થિત છે અને તેઓ ત્યાં આતંકવાદી હુમલાને પરિણામ આપવામાં સામેલ છે. પાકિસ્તાનના વડાપ્રધાને ઓન રેકોર્ડ દેશમાં આશરે ૪૦,૦૦૦ આતંકવાદીઓ હોવાનું સ્વીકારેલું છે.’ યુએનના એક અહેવાલ પરથી ૬,૦૦૦થી ૬,૫૦૦ પાકિસ્તાની આતંકવાદીઓ પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં હોવાનો ખુલાસો થયો છે. તેમાં મોટા ભાગના આતંકવાદીઓ તહરીક એ તાલિબાન પાકિસ્તાનના છે જે બંને દેશ માટે જોખમી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.