પાક. આતંકીઓ સામે પગલા ન લે તો બ્લેકલિસ્ટ માટે તૈયાર રહે : ચીન
નવીદિલ્હી: ફ્રાંસની રાજધાની પેરિસમાં હાલમાં ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની મીટિંગ ચાલી રહી છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ભારતને આ મીટિંગમાં મોટી સફળતા મળી છે. ચીન કે જે પાકિસ્તાનનો સૌથી નજીકનો દોસ્ત છે તેણે હવે પાકનો સાથ છોડી દીધો છે.
માહિતી મુજબ ચીન ઉપરાંત સઉદી અરબ પણ હવે ભારત સાથે આવી ગયુ છે. અમેરિકા અને યુરોપિયન દેશો તરફથી પાકિસ્તાનને આતંકવાદ પર આકરો સંદેશ આપવામાં આવ્યો છે. ટાપ આતંકીઓ સજા આપવાનુ અલ્ટીમેટમ ચીન સહિત બાકી બધા દેશોએ પાકને સ્પષ્ટ કરી દીધુ છે કે એફએટીએફની જૂનમાં થનારી મીટિંગ પહેલા તે આતંકીઓને મળતી મદદ અને મની લાન્ડ્રિંગ સામે એક્શન લે અને પોતાના વચન પૂરા કરે. પાકને ચોખ્ખુ કહી દેવામાં આવ્યુ છે કે તેણે આતંકી સંગઠનોના ટાપ લીડર્સને દોષી સાબિત કરીને તેમને સજા આપવી જ પડશે.
રાજનાયિક સૂત્રોની માનીએ તો માત્ર તૂર્કી જ એવો દેશ છે જેણે પાકિસ્તાનનો સાથ આપ્યો છે. ચીનના વલણના એક મોટા ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યો છે. ચીને હંમેશા જ પાકનુ એફએટીએફમાં સમર્થન કર્યુ છે. જણાવવામાં આવ્યુ છે કે પાકિસ્તાનને એફએટીએફની ગ્રે લિસ્ટમાં જ રાખવાનો નિર્ણય કર્યો છે. જો પાકે આ વર્ષે જીન સુધી યોગ્ય એક્શન ન લીધી તો પછી તેણે તેનો અંજામ ભોગવવા પડશે
.આ અંગે અધિકૃત એલાન થવાની અપેક્ષા છે. જૂન બાદ પાક થઈ શકે છે બ્લેકલિસ્ટ ગયા વર્ષે ઓક્ટોબરમાં ચેન્નઈના મહાબલિપુરમમાં અનૌપચારિક મુલાકાત બાદ વિદેશ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ હતુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ બંનેએ આતંકવાદ પર ચિંતા વ્યક્ત કરી હતી. બંનેએ માન્યુ હતુ કે આતંકવાદ બંને દેશો માટે એક સમાન ખતરો છે.
ઈંગ્લિશ વર્તમાનપત્ર ઈન્ડિયન એક્સપ્રેસ તરફથી જણાવવામાં આવ્યુ છે કે દુનિયાને ભ્રમિત કરવા માટે પાકિસ્તાન તરફથી હંમેશાથી જ ખોટા અને અમુક જ મીડિયા કવરેજને એફએટીએફની મીટિંગ્ઝમાં રજૂ કરવામાં આવે છે. હકીકત એ છે કે પાકિસ્તાન તરફથી ઘણી કોશિશો બાદ પણ તે ગ્રે લિસ્ટમાં બનેલુ છે અને આગળ પણ તેના આમાં રહેવાનુ અનુમાન છે. હવે આ પાકિસ્તાન પર છે કે તે એફએટીએફ તરફથી આપેલા માનકો પર કાર્યવાહી કરે અને આવનારા સમયમાં બ્લેકલિસ્ટ થવાથી બચે. પાકે સ્પષ્ટ કરી દીધુ છે કે તે બાકી બચેલ ૧૩ એક્શન પ્લાન પર એક્શન લે.