પાક. એક્ટર મુનીબ બટે ગંગુબાઈ.. જોવા આખું થિયેટર બુક કરાવ્યું

દુબઈ, બોલિવુડની ફિલ્મોને ભારતમાં પસંદ કરવામાં આવે છે તેનાથી ખૂબ વધારે પાકિસ્તાનમાં તેની ઘેલછા જાેવા મળે છે. પાકિસ્તાને ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ મૂક્યો છે તેમ છતાં ત્યાંના લોકો યેનકેન પ્રકારે આ ફિલ્મો જાેઈ જ લે છે.
હવે અહેવાલ આવી રહ્યા છે કે, પાકિસ્તાની એક્ટર મુનીબ બટેઆલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જાેવા માટે આખું થિયેટર બુક કરાવી દીધું હતું. પાકિસ્તાની એક્ટર મુનીબ બટે પોતાની પત્ની આઈમાન ખાનને આલિયાની આ ફિલ્મ બતાવવા માટે દુબઈમાં આખું થિયેટર બુક કરાવ્યું હતું. જેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
મુનીબ અને આઈમાન ખાન પોતાની દીકરી સાથે દુબઈમાં વેકેશન માટે ગયા છે. અહીં પ્રાઈવેટ સ્ક્રીનિંગ માટે મુનીબે આખું થિયેટર બુક કરાવી લીધું હતું.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં મુનીબ પોતાની પત્નીને કહે છે, “જાે ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ સારી નહીં હોય તો આપણે ‘યે ના થી હમારી કિસ્મત’નો છેલ્લો એપિસોડ જાેઈશું.” ઉલ્લેખનીય છે કે, મુનીબ ટીવી શો ‘યે ના થી હમારી કિસ્મત’માં લીડ રોલમાં હતો.
પાકિસ્તાની એક્ટર મુનીબે ઉર્દૂ ફિલ્મો અને ટીવી સીરિયલોમાં કામ કર્યું છે. તેણે ૨૦૧૨માં પોતાનું કરિયર ટીવી સીરિયલોથી શરૂ કર્યું હતું. છેલ્લે તે ‘યે ના થી હમારી કિસ્મત’ શોમાં જાેવા મળ્યો હતો. આ સિવાય તેણે બાંદી, દલદલ, કોઈ ચાંદ રખ, કૈસા હૈ નસીબન, યારિયા, કરાર, બદ્દુઆ જેવી ટીવી સીરિયલોમાં કામ કર્યું છે. મુનીબ અને આઈમાનના લગ્ન નવેમ્બર ૨૦૧૮માં થયા હતા. તેમની એક દીકરી છે અમાલ જેનો જન્મ ૨૦૧૯માં થયો હતો.
દરમિયાન, સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ને ખૂબ પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મમાં અજય દેવગણ, વિજય રાજ અને જિમ સરભ પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ બાદ આલિયા ભટ્ટ બ્રહ્માસ્ત્ર, રોકી ઔર રાની કી પ્રેમકહાન, ડાર્લિંગ્સ, જી લે ઝરા જેવી ફિલ્મોમાં જાેવા મળશે.SSS