Western Times News

Gujarati News

પાક. એરબેઝ પર ચીની ફાઈટરો તૈનાત

સ્કાર્દુ એરબેઝ પર ચીનના જે.એફ-૧૭ નું ઉડાન : પાકિસ્તાન- ચીનની સંયુક્ત ધરી સામે ભારતીય વાયુદળ સતર્ક : ફ્રાંસથી રફાલનું આગમન થશે

નવી દિલ્હી: વિશ્વના જુદા- જુદા દેશો સામે શીંગડા ભેરવવાના પ્રયાસમાં ચીન હવે ચારો તરફથી ઘેરાઈ રહયુ છે ખાસ કરીને સાઉથ- સી માં પોતાના આધિપત્ય જમાવવાની કોશિશ કરનાર ચીન સામે અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, જાપાન સહિતના દેશોએ સમુદ્રમાં યુધ્ધ જહાજાે ઉતારી દીધા છે તેમાં ફાઈટર વિમાનો, મિસાઈલો સહિતના શસ્ત્રોનો સમાવેશ થાય છે.

ભારતે પણ તાજેતરમાં સાઉથ- સી માં અમેરિકા સાથે યુધ્ધાભ્યાસ કર્યો હતો. જાપાન- ઓસ્ટ્રેલિયા સહિતના દેશોએ તો શસ્ત્રો ખરીદવાની શરૂઆત કરી દીધી છે. ચીને ભારતને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. પાકિસ્તાનના સ્કાર્દુ એરબેઝ પર ચીનની બનાવટના એફ-૧૭ જંગી ફાયટર વિમાનોએ દેખા દેતા ભારતીય વાયુદળ હાઈએલર્ટ મોડ પર આવી ગયુ છે ચીન ભારતને ઉલઝાવીને પાકિસ્તાનના એરબેઝનો ઉપયોગ કરીને ભારત પર હુમલો કરી શકે છે. પાકિસ્તાને પણ અમેરિકાનો હાથ્ટ્ઠા છોડીને ચીનનો હાથ પકડયો છે અને પોતાના અસ્તિત્વને ટકાવવા અને ભારત સામે અગાઉ હારેલા યુધ્ધનો બદલો લેવા પાકિસ્તાન ગમે તે હદે જઈ શકે છે.

ચીન-પાકિસ્તાનની આ સંયુક્ત આ સંયુક્ત ધરીથી ભારત વાકેફ છે અને તેથી જ રાફેલ વિમાનોને તાત્કાલિક મંગાવાયા છે. ચીન- પાકિસ્તાનનો કાળ ગણાતા રાફેલ વિમાનોને લઈને ભારતીય વાયુદળના જવાનો ફ્રાંસથી આવતીકાલે લઈને નીકળશે અંબાલા એરબેઝથી તેને સીધા પૂર્વી લદ્દાખમાં લઈ જવાશે. પ્રથમ તબક્કામાં ફ્રાંસ ભારતને પાંચ રફાલ વિમાન આપવાના છે તે તમામ વિમાનો લદ્દાખલના એરબેઝ પર ગોઠવી દેવાશે.

ઉલ્લેખનીય છે કે રાફેલ વિમાન ચીનની એસ-૪૦૦ ગાઈડેડ મિસાઈલ્સની રેન્જમાં પણ આવશે નહિ, તાજેતરમાં સિરિયામાં ટર્કીના લશ્કરી થાણાઓનો નાશ ફ્રાંસે રફાલ વિમાનના ઉપયોગથી કર્યો હતો ટર્કી પાસે રશિયાની બનાવટની એસ-૪૦૦ મિસાઈલો છે છતાં રાફેલનું કશું બગાડી શકી ન હતી. ચીનની દાદાગીરી સામે અમેરિકા, ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા, તાઈવાન તો પડયા છે પરંતુ ઈન્ડોનેશિયાએ પણ ચીનની સાઉથ- સી માં તેના ટાપુઓ પરની દખલગીરીને લઈને વિરોધ વ્યકત કરતા ચાર દિવસ સાઉથ- સી માં યુધ્ધ અભ્યાસ શરૂ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.