પાક.જેલમાં બંધ કુલભૂષણની સુનાવણી છ ઓકટોબરે
ઇસ્લામાબાદ, ભારતના નિવૃત નૌસેના અધિકારી કુલભૂષણ જાધવ કેસમાં આગામી સુનાવણી છ ઓકટોબરે થશે પાકિસ્તાનની ઇસ્લામાબાદ હાઇકોર્ટે કેસની તારીખ નક્કી કરી દીધી છે. આ દરમિયાન જાધવ માટે વકીલની નિમણુક કરવાને લઇને સુનાવણી થશે પાછલા મહિને કોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે ભારતને જાધવના વકીલની નિમણુંક કરવાની વધુ એક આપવામાં આવે.
ભારતે માંગ કરી હતી કે જાધવ માટે ભારતીય વકીલ કે કવીન્સ કાઉન્સેલની નિમણુંક કરવામાં આવે.પરંતુ પાકિસ્તાને તેમ કહીને માગ નકારી દીધી હતી કે ભારત અવાસ્તવિક માંગ કરી રહ્યું છે મહત્વનું છે કે કવીન કાઉન્સેલ એક એવો બેરિસ્ટર કે વકીલ હોય છે જે લોર્ડ ચાન્સલરની ભલામણ પર બ્રિટીશ મહારાણી માટે નિમણુંક કરવામાં આવે છે. ભારતની માંગને નકારતા પાકિસ્તાને કહ્યું કે આ શકય નથી પાકિસ્તાની મીડિયા રિપોર્ટસ પ્રમાણે દેશના વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનમાં કોઇ એવો વકીલ જ કેસ લડી શકે જેની પાસે પાકિસ્તાનની બારનું લાઇસન્સ હોય છે.
આ પહેલા પાકિસ્તાની સંસદે તે અધ્યાદેશને ચાર મહિના માટે વિસ્તાર આપ્યો જે હેઠળ જાધવને હાઇકોર્ટમાં અપીલ કરવાની તક મળી છે.ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના આદેશ પર પાકિસ્તાન આ અધ્યાદેશ લાવ્યું હતું જાધવ સુધી રાજદ્વારી પહોંચ આપવાની ના પાડવા પર ભારત ૨૦૧૭માં પાકિસ્તાન વિરૂધ્ધ આઇસીજે પહોંચ્યુ હતું અને એક સૈન્ય અદાલત દ્વારા તેને જાસુસી અને આતંકવાદના આરોપમાં એપ્રિલ ૨૦૧૯માં સંભળાવવામાં આવેલી મોતની સજાને પડકારી હતી.HS