પાક. ડ્રૉનથી પાડેલા હથિયાર લેવા આવેલા 3 આતંકીઓની સુરક્ષાદળોએ ધરપકડ કરી
શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળો સતત આંતકીઓ પર કાર્યવાહી કરીને તેમના નાપાક ઇરાદોઓને નિસ્તો નાબૂદ કરી રહ્યા છે. આમાં સેનાના હાથમાં વધુ એક સફળતા લાગી છે. સેનાએ આંતકીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરી 3 આંતકીઓને પકડી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે આતંકીઓ પ્રવૃત્તિઓ વધારવા દરેક કામ કરવામાં પાછી પાની નથી કરતો. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે કાશ્મીરમાં ડ્રોન દ્વારા આંતકવાદીઓને હથિયાર પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. ડ્રોન દ્વારા હથિયાર મોકલવાના મામલે કાશ્મીરની રાજૌરી પોલીસે ત્રણ આંતકીઓની ધરપકડ કરી છે. આ આંતકી ડ્રૉનથી પાડવામાં આવેલા હથિયાર અને ડ્રગ્સ લેવા આવ્યા હતા. અને તે લશ્કર એ તૈયબા સાથે જોડાયેલા હતા.