પાક.ના પૂર્વ ગૃહમંત્રીએ રાવતના હેલિકોપ્ટર ક્રેશને ષડયંત્ર ગણાવ્યું

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી રહેમાન મલિકે સીડીએસ જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશને ષડયંત્ર ગણાવ્યું છે. જાે કે તેમણે પોતાની આ થિયરી પાછળના જે કારણો ગણાવ્યા છે તેને સાંભળ્યા બાદ તેમની ‘સમજ’નો અંદાજાે લગાવી શકાય છે. મલિકનું કહેવું છે કે આ દુર્ઘટનામાં તમિલ ટાઈગર્સનો હાથ હોઈ શકે છે અને તે માટે ભારતીય સેનાના આંતરિક મતભેદ પણ જવાબદાર છે.
એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પૂર્વ મંત્રી અને સાંસદ રહેમાન મલિકે કહ્યું કે પાકિસ્તાન વિરુદ્ધ રણનીતિમાં ફક્ત અજીત ડોભાલ જ નહીં પરંતુ જનરલ રાવતની પણ મોટી ભૂમિકા હતી. અનેક દેશો સાથે બેકડોર ચેનલ પર જાે કોઈ કામ કરતું હતું તો તે બિપિન સાહેબ કરતા હતા.
મલિકે અકસ્માતને ષડયંત્ર ગણાવતા કહ્યું કે તેની પાછળ તમિલનાડુનો હાથ હોઈ શકે છે. મલિકે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યાનું ઉદાહરણ આપતા કહ્યું કે રાજીવ ગાંધીની હત્યા પણ તમિલનાડુમાં થઈ હતી અને CDS નું હેલિકોપ્ટર પણ ત્યાં જ ક્રેશ થયું. પોતાના ધડ માથા વગરની કહાનીને આગળ વધારતા મલિકે કહ્યું કે બિપિન રાવતે તમિલનાડુ સાથે બરાબર વર્તન કર્યું નહતું. તો તેઓ એ તાકમાં બેઠા હતા કે તક મળે તો કઈક કરી બતાવીશું.
જાે આજે ભારત સરકાર કહે કે તમિલનાડુએ ષડયંત્ર રચ્યું છે તો મોટો મુદ્દો બની જશે. લોકો કહેશે કે તેઓ પોતાના ચીફ ઓફ ડિફેન્સને ન બચાવી શક્યો તો કોને બચાવશે.’ તમિલ ટાઈગર્સ અંગે મલિકે કહ્યું કે આવા લોકો દબાઈ જાય છે પરંતુ પછી સામે આવી જાય છે અને આ અકસ્માત નહીં પરંતુ ષડયંત્ર છે.
પાકિસ્તાનના પૂર્વ મંત્રીએ હેલિકોપ્ટર ક્રેશ અંગે એક વધુ પાયાવિહોણી થિયરી રજુ કરી. તેમણે તેને ભારતીય સેનાના આંતરિક મતભેદનું પરિણામ ગણાવ્યું. રહેમાન મલિકે કહ્યું કે બિપિન સાહેબ ઘણા નજરમાં આવી ચૂક્યા હતા. તે સમયે આર્મી ચીફ સાથે તેમની અણબન ચાલતી હતી, અંદર ખટરાગ હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીડીએસ રાવતને વધુ પસંદ કરતા હતા, તેઓ નહતા ઈચ્છતા કે રાવત રિટાયર થાય. આથી તેમણે જનરલ રાવતને ચીફ ઓફ ડિફેન્સ બનાવી દીધા. હાલના આર્મી ચીફ સાથે મોદી સાહેબના સંબંધ એટલા સારા નથી, પરંતુ મારી અંદરની જાણકારી છે કે અમિત શાહ સાથે તેમને ખુબ સારા સંબધ છે.
ભારતના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત તેમના પતિ મધુલિકા રાવત અને ભારતીય સેના તથા વાયુસેનાના ૧૧ જવાન તથા અધિકારી ૮ ડિસેમ્બરના રોજ તમિલનાડુના કુન્નૂર પાસે નીલગિરિના જંગલોમાં થયેલા હેલિકોપ્ટર અકસ્માતની ઝપેટમાં આવી ગયા હતા. ઈન્ડિયન એરફોર્સના હેલિકોપ્ટર એમઆઈ-૧૭વી૫ અચાનક ધુમ્મસમાં ગાયબ થઈ ગયા બાદ ક્રેશ થઈ ગયું હતું.SSS