પાક.ના પ્રધાનમંત્રી ઈમરાન ટિ્વટરના કારણે ટ્રોલ થયા

નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન નિર્વિવાદ રીતે દક્ષિણ એશિયામાં સૌથી વધારે ટ્રોલ થનારા નેતા છે. હાલમાં જ ખાન ફરી એકવાર ફરીથી ટ્રોલર્સને એક એવું કારણ આપ્યું કે, તેમની સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.
તેમણે પોતાનાં ટિ્વટર એકાઉન્ટ પરથી બધાને અનફોલો કરી દીધા અને જાેત જાેતામાં અચાનક એમઈએમઈનું પુર આવી ગયું. તમામને અનફોલો કરવા મુદ્દે ઉતાવળા થયેલા વડાપ્રધાને પોતાના પહેલા પત્ની જેમિમા ગોલ્ડસ્મિથને પણ છોડ્યા નહોતા. બસ આવું કરતાની સાથે જ લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.
સોમવારે સાંજે ટ્વીટર યુઝર્સે જાેયું કે, ઇમરાન ખાનનો અધિકારીક એકાઉન્ટને હવે કોઇને પણ ફોલો નથી કરી રહ્યા. જેમિમાથી અલગ થયા બાદ તેમણે ૨ લગ્ન કર્યા છતા પણ ખાન તેને ફોલો કરતા રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ખાન ૨૦૧૦માં ટ્વીટર પર આવ્યા હતા. ટ્વીટર પર યુઝર જે લોકોને ફોલો કરે છે, તે તેમની પોસ્ટ રીટ્વીટ અથવા લાઇક વગેરે દેખાય છે. જાે કે જ્યારે વ્યક્તિન કોઇને પણ ફોલો નથી કરતું તો તેને ફીડમાં કાંઇ પણ દેખાતું નથી, માત્ર સજેશન્સ જાેવા મળે છે.
હાલમાં પાકિસ્તાની વડાપ્રધાનનાં ૧૨.૯ મિલિયન ફોલોઅર્સ છે અને અચાનક તમામને અફોલો કર્યા બાદ તેઓ જબરદસ્ત ટ્રોલ થઇ રહ્યા છે. જ્યારે એક રાષ્ટ્રના પ્રમુખ અન્ય રાષ્ટ્રના પ્રમુખોને સોશિયલ મીડિયા પર અનફોલો કરે છે તો સમગ્ર વિશ્વમાં આ મુદ્દો સમાચાર બને છે. જાે કે ઇમરાન ખાને તેનાથી આગળ વધીને તમામ લોકોને અનફોલો કરવાનો ર્નિણય લીધો હતો. જેના પરથી લાગી રહ્યું છે કે જરૂર કંઇક રંધાઇ રહ્યું છે અથવા તો ગોટાળો છે.