Western Times News

Gujarati News

પાક નિષ્ફળ જતાં મોડાસાની મહિલા ખેડૂતે આપઘાત કર્યો

અમદાવાદ : અવરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ તાજેતરના કમોસમી વરસાદથી મગફળી અને કપાસનો પાક નિષ્ફળ જતાં આજે મોદરસુંબા ગામે એક મહિલા ખેડૂતે આત્મહત્યા કરી લેતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

ખાસ કરીને સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે આઘાતની લાગણી પ્રસરી ગઇ હતી. બીજીબાજુ, મૃતક મહિલાના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે, પાકની નુકસાનીને લઇ મહિલાએ આપઘાત કર્યો છે. તેમના ખેતરમાં અડદ, મગફળી સહિતનો પાક પકવ્યો હતો પરંતુ તાજેતરના કમોસમી વરસાદને લઇ પાક ધોવાઇ જતાં અને પાકની નિષ્ફળ ગયાના ટેન્શનમાં મહિલાએ ઝેરી દવા ગટગટાવી મોત વ્હાલુ કર્યું હતું.

બનાવને પગલે સ્થાનિક ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને સૌકોઇમાં ભારે શોક અને આઘાતની લાગણી પ્રસરી ગઇ હતી. સ્થાનિક ખેડૂતોમાં પાકની નુકસાની લઇ હવે રાજય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વળતરની સહાય ચૂકવવાની ફરી એકવાર ઉગ્ર માંગણી ઉચ્ચારી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.