પાક.ની પોલીસ રસ્તા પર લગાવી રહ્યાં છે બાળકોની બોલી
ઈસ્લામાબાદ, સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પોલીસ યુનિફોર્મમાં ઊભેલો એક વ્યક્તિ તેના બે બાળકો સાથે રસ્તા પર કંઈ અપીલ કરી રહ્યા છે. આ વીડિયોને ઝડપથી રિટ્વીટ કરવામાં આવી રહ્યો છે.
તેની ભાષા જુદી છે, પરંતુ તે પોતાના બાળકોને ૫૦,૦૦૦ રૂપિયામાં વેચવા માટે બોલી લગાવી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. પડોશી દેશ પાકિસ્તાનનો છે. ચોંકાવનારો વીડિયો પાકિસ્તાનના સિંધ વિસ્તારનો છે, જ્યાં પોલીસ કર્મચારી ઘોટકી જિલ્લામાં રહે છે.
તે જેલ વિભાગમાં કામ કરે છે અને તેના તત્કાલીન સંજાેગો એવા બની ગયા છે કે તે તેના બે નાના બાળકોની હરાજી કરવા રસ્તા પર ઊભો છે. આ આખો મામલો એકદમ સંવેદનશીલ છે. વીડિયો શેખ સરમદ નામના ટિ્વટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.
વીડિયોમાં જાેવા મળેલો પોલીસકર્મી નિસાર લશારી હોવાનું કહેવાય છે. તે કહે છે કે તે જેલ વિભાગનો કર્મચારી છે. અહીં તેના વરિષ્ઠો બાળકની સારવાર માટે રજા આપવાના બદલામાં લાંચની માંગ કરી રહ્યા છે. જ્યારે તે લાંચ ન આપી શક્યો ત્યારે તેની રજાઓ રદ કરવામાં આવી હતી.
એટલું જ નહીં શહેરથી દૂર ૧૨૦ કિલોમેટર લારકાનામાં પણ લશારીની બદલી કરવામાં આવી હતી. તે તેના બોસ સામે ફરિયાદ પણ કરી શકતો નથી, કારણ કે તેની પાસે ટોચ સુધી પહોચ છે. ભ્રષ્ટાચારથી પીડાતા નિસારે ઘોટકીના રસ્તા પર ઊભા હતા અને તેમણે તેના બીમાર બાળક માટે ૫૦,૦૦૦ની બોલી લગાવવાનું શરૂ કર્યું હતું.
વેબસાઈટના જણાવ્યા મુજબ નિસાર લશારીનો વીડિયો વાયરલ થયા બાદ તેનો ફાયદો થયો હતો. તેમની ફરિયાદ સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહ સુધી પહોંચી ગઈ છે. આ કેસમાં તેમણે દરમિયાનગીરી કરી નિસારની નોકરી ઘોટકીમાં રાખવાનો આદેશ આપ્યો હતો અને બાળકની સારવાર માટે ૧૪ દિવસની રજા પણ આપવા જણાવ્યું હતું.SSS