Western Times News

Gujarati News

પાક.નો બ્લેક લીસ્ટમાંથી બચવા માટે અમેરિકાને લલચાવવાનો પ્રયાસ

ઇસ્લામાબાદ: આતંકીઓના આશ્રય સ્થાનુ પાકિસ્તાને ૨૧થી ૨૩ ઓકટોબરે યોજાનાર નાણાંકીય કાર્યવાહી કાર્યબળ (એફએટીએફ)ની બેઠક પહેલા નવું કાવતરૂ રચ્યુ છે. એફએટીએફની કાળી યાદીથી બચવા માટે પાકિસ્તાન હવે અમેરિકાને સાધવામાં લાગ્યું છે અને તેના માટે અમેરિકી લોબિંગ કંપનીઓની મદદ લીધી છે.

જાે કે કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનની આ ચાલ નિષ્ફળ રહેશે કારણ કે અમેરિકી રિપોર્ટમાં પાકિસ્તાનના આતંકીઓ પ્રત્યે હમદર્દી અને ખોટી કાર્યવાહીનો ખેલ જાહેર થઇ ગયો છે. પાકિસ્તાનને અમેરિકી રાષ્ટ્રપડિ ડોનાલ્ડ ટ્રંપના પ્રશાસનનું સમર્થન હાંસલ કરવા માટે ટેકસાસ ખાતે કંપનીઓમાંથી લિંડન સ્ટ્રેટેજીજને લગાવી છે

એક અધિકારીએ કહ્યું કે પાકિસ્તાનને પોતાનું નામ ગ્રે યાદીથી હટાવા માટે ૩૯માંથી ૧૨ દેશોનું સમર્થન જરૂરી છે
અમેરિકા એકલું જ ૨૦ દેશોના બ્લોકને નિયંત્રિત કરે છે ફ્રાંસની રાજધાની પેરિસ ખાતે એફએટીએફની બેઠક પહેલા પાકિસ્તાન પર સંયુકત રાષ્ટ્ર દ્વારા જાહેર મોલાના સમુદ, હાફિઝ સઇજ જકીઉર રહમાન લખવી જેવા વૈશ્વિક આતંકીઓની સાથે સાથે અલગ કાયદા જેશ એ મોહમ્મદ તોઇબા અને હક્કાની નેટવર્ક જેવા આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠનોની વિરૂધ્ધ કાર્યવાહી કરવાનું દબાણ છે. અમેરિકા પહેલા જ આ આતંકીઓ અને સંગઠનોની વિરૂધ્ધ કાર્યવાહીના પાકિસ્તાનના દાવોને ફગાવી ચુકી છે.

અમેરિકી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને અન્ય આતંકીઓ જેવા ઐશ એ મોહમ્મદના સંસ્થાપક અને સંયુકત રાષ્ટ્રના નામિત આંતી મસુદ અને ૨૦૦૮ના મુંબઇ હુમલાના પ્રોજેકટ મેનેજર સાજિદ મીરની વિરૂધ્ધ કાર્યવાહી કરી નથી જેની બાબતમાં માનવામાં આવે છે કે પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યાં છે. પાકિસ્તાને આ વર્ષની શરૂઆતમાં એફએટીએફની સામે એ દાવો કર્યો હતો કે આતંકી મસુદ ગુમ છે. પાકિસ્તાનના સોશલ મીડિયા પર કેટલાકલોકોના સમૂહ તરપથી પોતાના દેશને કાળી યાદીમાંથી બચાવવા માટે વિનંતી કરી છે આ લોકોનું કહેવું છે કે જાે પાકિસ્તાનને એફએટીએફમાં સામેલ કરવામાં આવશે તો તે બરબાદ થઇ જશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.