Western Times News

Gujarati News

પાક.માં અજીબ લગ્ન, યુવકે બકરી સાથે સાત ફેરા લીધા

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં એક અજીબોગરીબ લગ્નનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો પાકિસ્તાનના સિંધ પ્રાંતનો છે. ભીલ સમુદાયના એક યુવકે બકરી સાથે લગ્ન કર્યા છે. હિન્દુ વિધિ પ્રમાણે યુવકે બકરી સાથે સાત ફેરા લીધા હતા. ખાસ વાત એ છે કે યુવક અને બકરીના લગ્ન દરમિયાન પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ અજીબ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જાેવા મળે છે કે એક યુવક બકરીને પકડીને લગ્નના સાત ફેરા ફરી રહ્યો છે. આ દરમિયાન ઘણા લોકો તેની આસપાસ જાેવા મળે છે. આ મામલે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના ડિગરીની પાસે મંદરાનવાલા ગામની છે. લગ્ન સમારોહમાં યુવકના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસે લગ્નની વ્યવસ્થા કરનાર આરોપીની ધરપકડ કરી લીધી છે. જ્યારે લગ્ન કરનાર યુવકની શોધખોળ ચાલી રહી છે.

આ અજીબ ઘટનાના થોડા દિવસો પહેલા પાકિસ્તાનમાં એક બકરી સાથે કુકર્મનો મામલો પણ સામે આવ્યો હતો. પંજાબ પ્રાંતના ઓકારા શહેરમાં ૫ લોકોએ એક બકરી પર બળાત્કાર ગુજાર્યો અને બાદમાં તેને તડપાવી-તડપાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે પાંચ લોકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. લોકો વડાપ્રધાન ઇમરાન ખાનને બળાત્કારની ઘટના પર તેમના નિવેદન માટે ટ્રોલ કર્યા હતા. તમને જણાવી દઈએ કે, ઈમરાન ખાને હાલમાં કહ્યું હતું કે, બળાત્કાર પાછળ ટૂંકા કપડાં પણ એક કારણ છે. સ્ત્રીઓના આવા કપડાં પુરુષોને આકર્ષે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.