Western Times News

Gujarati News

પાક.માં આર્મીની ટીકા કરનાર મહિલા વકીલનું અપહરણ

ઇશરત નસરીન નામની આ વકીલે પાકિસ્તાની આર્મીની ટીકા કરી હતી, આર્મીને દેશની દુશ્મન કહેતા તંગદિલી-૪ દિવસ સુધી ગોંધી રાખી માર માર્યા પછી ફેંકી દીધાં
કરાચી,  પાકિસ્તાનમાં આર્મીની ટીકા કરનાર એક મહિલા વકીલને કિડનેપ કરીને ગંભીર ઈજાઓ પહોંચાડવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. લગભગ ચાર દિવસ સુધી મારમારીને આ મહિલા વકીલના હાથપગ બાંધી, મોઢામાં કપડું ઠૂંસીને બેભાન અવસ્થામાં એક ખેતરમાં ફેંકી દેવામા આવી હતી. ઇશરત નસરીન નામની આ વકીલે (Advocate Ishrat Nasreen) પાકિસ્તાની આર્મીની (Pakistan Army) ટીકા કરી હતી. આર્મીને દેશની દુશ્મન કહી હતી. માનવાધિકાર કાર્યકર્તા આરિફ અજાકિયાએ આ મામલે એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે જેમાં સેનાની ટીકા કરવામા આવી છે.

જિયો ન્યૂઝના રિપોર્ટ અનુસાર ગત અઠવાડિયએ એક મહિલા વકીલને અમુક લોકો તેમની ઓફિસમાંથી ઉઠાવી ગયા હતા. ત્યારબાદ મેલ્સીમાં ઢોડા રોડ કિનારે બેભાન હાલતમાં તે મળી આવી હતી. તેના હાથ પગ બાંધેલા હતા અને મોઢામાં કપડું ભરાવેલું હતું.

અજાકિયાએ શેર કરેલા એક વીડિયોમાં સ્થાનિક લોકો વકીલની પૂછપરછ કરતા દેખાય છે. વીડિયોમાં વકીલ યોગ્ય રીતે બોલી શકતી પણ નથી. તેણે કહ્યું કે તે દિપાલપુરની રહેવાસી છે અને તેના છ બાળકો છે. ૧૫ ઓગસ્ટે સવારે ચાર લોકોએ તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ ટોર્ચર કરીને ખેતરમાં ફેંકી દીધી હતા. અત્યારે વકીલને તાલુકાની હેડકવાર્ટર હોસ્પિટલમાં દાખલ કરવામા આવી છે. પોલીસે જણાવ્યું કે તેના દીકરાએ અપહરણનો રિપોર્ટ દાખલ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.