પાક.માં પહેલા ગેંગરેપ કર્યો ત્યારબાદ બ્લેકમેલ કરતા હિન્દુ યુવતીનો આપધાત
ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં એક હિન્દુ યુવતીની સાથે એ હદે અત્યાચાર કરવામાં આવ્યો કે તેણે પોતાનું જીવન જ સમાપ્ત કરી દીધું. પાકિસ્તાનના થારપારકર જીલ્લામાં રહેનારી ૧૭ વર્ષીય હિન્દુ યુવતી જેની સાથે કહેવાતી રીતે એક વર્ષ પહેલા દુષ્કર્મ કરવામાં આવ્યો હતો તેણે આત્મહત્યા કરી લીધી કહેવાય છે કે તેની સાથે રેપ કરનારાઓ આરોપી તેને બ્લેકમેલકરી રહ્યાં હતાં અને તે જામીન પર બહાર છે. ડોન અનુસાર હિન્દુ કિશોરીએ બુધવારે સવારે ચેલહર શહેરની પાસે ગામ ડાલન જાે તરમાં એક ઉડા કુવામાં કુદી પોતાનો જીવ આપી દીધો પીડીતાના પિતા અને અન્ય સંબંધીઓએ કહ્યું કે યુવતીની સાથે ૨૦૧૯માં જુલાઇના મધ્યમમાં ત્રણ લોકોએ ગેંગરેપ કર્યો હતો અને આ દરિંદગીના આરોપી જામીન પર છે.
મૃતક યુવતીના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે યુવતીને બ્લેક મેલ કરવા અને તેની સાથે દુષ્કર્મ કરનારા પ્રભાવશાળી આરોપીઓ દ્વારા પરેશાન કરવાથી તંગ આવી આત્મહત્યા કરી છે. એ યાદ રહે કે આરોપીઓએ ફકત યુવતીનો બળાત્કાર કર્યો એટલું જ નહીં તેને એક ઘરમાં લઇ જઇ તેનો વીડિયો પણ બનાવ્યો. થારપારકરના તે સમયના વરિષ્ઠ પોલીસ અધીક્ષક અબ્દુલ્લા અહમદયાર અનુસાર પ્રારંભિત મેડિકલ રિપોર્ટોએ પુષ્ટી કરી હતી કે યુવતીનું યૌન ઉત્પીડન કરવામાં આવ્યું હતું માનવાધિકાર કાર્યકર્તા સમર મંજની ભીમ રાજ અને અન્ય સહિત વિવિધ વિસ્તારના લોકોએ આ ઘટનાની ટીકા કરી અને તે લોકોની વિરૂધ્ધ કડક કાર્યવાહીની માંગ કરી જેમણે કિશોરીને આત્મહત્યા કરવા માટે મજબુર કરી.