પાક. શરણાર્થીઓને રાજસ્થાન સરકાર સસ્તા ભાવે જમીન આપશે
જયપુર: નાગરિકતા સંશોધન કાનુનનો સમગ્ર દેશમાં વિરોધ થઇ રહ્યો છે અને તેનો સૌથી વધુ વિરોધ કરી રહ્યું છે તો તે કોંગ્રેસ છે પરંતુ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર જે કરી રહી છે તે તદ્દન ઉલટ છે.રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓને સગવડો આપવાની વાત કરી રહી છે અને રાજય સરકારે પણ જાહેરાત કરી છે કે ગહલોત સરકાર પાકિસ્તાનથી આવેલ હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા આપ્યા બાદ હવે સસ્તા દર પર રહેવા માટે જમીનની ફાળવણી કરશે હકીકતમાં રાજસ્થાનની ગહલોત સરકારે ૧૦૦ હિન્દુ શરણાર્થીઓના પરિવારોને લગભગ ૫૦ ટકા સસ્તી જમીનના દસ્તાવેજા વિતરીત કરવાની જાહેરાત કરી રહી છે
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે કેન્દ્રના નાગરિકતા સંશોધન કાનુનના વિરોધ વચ્ચે પાકિસ્તાનથી આવેલ હિન્દુ શરણાર્થીઓને રાજસ્થાનમાં વસાવવા માટે સસ્તા ભાવે જમીન આપવાની જાહેરાત કરી છે. આથી જયપુરમાં વિકાસ પ્રાધિકરણે આવા ૧૦૦ પરિવારો માટે ૫૦ ટકા સસ્તી સરકારી જમીન આપવાની શરૂઆત કરીછે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપે જે રીતે હિન્દુ શરણાર્થીઓની વચ્ચે કોંગ્રેસને ખલનાયક બતાવવાનું અભિયાન શરૂ કર્યું છે તેને ધ્યાનમાં રાખી રાજસ્થાનની ગહલોત સરકારે હવે પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓને પોતાના બનાવવા માટે અભિયાન શરૂ કર્યું છે.
એ યાદ રહે કે રાજસ્થાનમાં એક લાખથી વધુ પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓ રહે છે જેના માટે મુખ્યમંત્રી અશોક ગહલોતે શરૂઆતથી જ નાગરિકતા આપવાની વકાલત કરી છે લોકસભામાં અમિત શાહ સુધી આ વાતનો ઉલ્લેખ કરી ચુકયા છે અને દિલ્હીની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એ વાત બતાવી ચુકયા છે. ગહલોત સરકારના અભિયાનને ભાજપે દેર આયે દુરૂસ્ત આયે કહેવાત કહી હતી અને ભાજપે કહ્યું હતં કે આ લોકોને રહેવા માટે મફત જમીન પણ આપી શકાય છે.