પાક.સરકાર આતંકવાદ વિરુદ્ધ ૨૭ સૂત્રીય એજન્ડામાંથી ત્રણને પૂરા કરવામાં નિષ્ફળ
ઇસ્લામાબાદ: ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની પેરિસમાં થયેલી ઓનલાઇન બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવા પર ફરીથી મહોર લાગી છે. ગુરૂવારે સાંજે જાહેર કરાયેલા એક નિવેદનમાં એફએટીએફે જણાવ્યું કે, પાકિસ્તાન સરકાર આતંકવાદ વિરુદ્ધ ૨૭ સૂત્રીય એજન્ડામાંથી ત્રણને પૂરા કરવામાં નિષ્ફળ રહી છે. એફએટીએફે તે પણ કહ્યું કે, પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધિત આતંકીઓ વિરુદ્ધ કોઈ મજબૂત કાર્યવાહી કરી નથી.
એફએટીએફનું કહેવું છે કે પાકિસ્તાને બધા ૧૨૬૭ અને ૧૩૭૩ નામિત આતંકવાદીઓ વિરુદ્ધ નાણાકીય પ્રતિબંધોને યોગ્ય રીતે લાગૂ કરવા જાેઈએ. એફએટીએફે તે પણ કહ્યું કે, પાકિસ્તાને પોતાની રણનીતિક રૂપથી મહત્વપૂર્ણ કમીઓ દૂર કરવા માટે પોતાની કાર્ય યોજનામાં શેષ ત્રણ બિંદુઓને લાગૂ કરવા પર કામ કરવાનું જારી રાખવું જાેઈએ.
એફએટીએફે કહ્યું કે, પાકિસ્તાનને આજ સુધી અમારી ૨૭ કાર્યયોજનાઓમાંથી માત્ર ૨૪ને પૂરી કરી છે. હવે તેને પૂરા કરવાની સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ છે. તેથી એએફટીએફ જૂન ૨૦૨૧ સુધી પાકિસ્તાનને તમામ કાર્યયોજના પૂરી કરવાની વિનંતી કરે છે