પાક સેના પ્રમુખે પોતાના સૈનિકોને જંગની તૈયારીનું સ્તર વધારવા કહ્યું
ઇસ્લામાબાદ, ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં જંગ જેવી સ્થિતિ વચ્ચે ડ્રેગનની આયરન બ્રધર પાકિસ્તાન ટુ ફ્રંટ વોરની તૈયારીમા લાગી ગયું છે પાકિસ્તાનની સેના પ્રમુખ કમર જાવેદ બાજવાએ પોતાના વરિષ્ઠ જનરલોની સાથે રાવલપીડી ખાતે સેના મુખ્ય કાર્યાલયમાં બેઠક કરી આ બેઠકમાં જનરલ બાજવાએ કહ્યું કે પાકિસ્તાની સેના રણનીતિક અને ક્ષેત્રીય સ્થિતિને ધ્યાનમાં રાખતા જંગની પોતાની તૈયારીના સ્તરને વધારી દે.
પાકિસ્તાની સેના પ્રમુખે કહ્યું કે દેશના હિતોની વિરૂધ્ધ પાકિસ્તાન વિરોધી તત્વોની પાંચમી પેઢીના યુધ્ધ કૌશલ અને હાઇબ્રિડ વોરફેયરને જાેેતા સેના સરકારની નીતિઓની સાથે મળી દેશની રક્ષા કરે. પાકિસ્તાની સેના પ્રમુખે આરોપ લગાવ્યો કે ભારત સતત યુધ્ધવિરામનો ભંગ કરી રહ્યું છે જે ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા માટે મોટો ખતરો છે. તાજેતરના દિવસોમાં પાકિસ્તાને ડિફેંસ ડે અને શહીદ દિવસ પર રાવલપીડીમાં આયોજિત કાર્યક્રમમાં જનરલ બાજવાએ કહ્યું કે અમે પાંચમી પેઢી કે હાઇબ્રિડનો સામનો કરી રહ્યાં છીએ તેનો હેતો પાકિસ્તાન અને સેનાને બદનામ કરવાન તથા અવ્યવસ્થા પેદા કરવાનો છે.
તેમણે કહ્યું કે અમે આ ખતરાથી વાફેફ છીએ અને દેશની મદદથી આ જંગને નિશ્ચિત રીતે જીતીશું ભારતનું નામ લીધા વિના બાજવાએ કહ્યું કે જાે અમારા ઉપર યુધ્ધ થોપવામાં આવ્યું તો અમે દરેક એક આક્રમક કાર્યવાહીનો જવાબ આપીશું હાઇબ્રિડ વોરફેયર એક વ્યાપક સૈન્ય રણનીતિ છે જેના દ્વારા દુશ્મન દેશમાં રાજનીતિક યુધ્ધ મિશ્રિત પરંપરાગત યુધ્ધ અને સાઇબરને પરિણામ આપવામાં આવે છે સાઇબર યુધ્ધમાં ફેંક ન્યુઝઢ કુટનીતિ અને ચુંટણી હસ્તક્ષેપ દ્વારા દુશ્મનને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે ભારતની વિરૂધ્ધ હાઇબ્રિડ વોર છેડી રાખેલ પાકિસ્તાન હવે ભારત પર તેના માટે આરોપ લગાવી રહ્યું છે.
હકીકતમાં પાકિસ્તાન બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં સ્થાનિક જનતાનો જોરદાર વિરોધનો સામનો કરી રહ્યું છે તેમાં અનેક પાકિસ્તાની સૈનિકોેને પોતાના જાન ગુમાવવા પડયા છે પાકિસ્તાન આરોપ લગાવે છે કે ભારત આવા વિદ્રોહીનોની મદદ કરે છે પાકિસ્તાની સેનિાને જન વિદ્રોહ દ્વારા તેજ થવાનો ભય સતાવી રહ્યો છે બલુચિસ્તાન વિસ્તારમાં ચીન પણ અબજાે ડોલરનું રોકાણ કરી રહ્યું છે.HS