પાટડી નાગરીક બેંકમાંથી હેકરે રૂ.૫૪ લાખથી વધુની રકમ બારોબાર ઉપાડી
સુરેન્દ્રનગર: પાટડી નાગરીક સહકારી બેંકમાં ૧૫, ૧૬ અને ૧૭ તારીખની સાંજે ઇન્ટરનેટ બંધ હતુ. અને ૧૮મી જૂને બેંકમાંથી હેકર દ્વારા રૂ. ૫૪ લાખથી વધુની રકમ બારોબાર ઉપાડી લીધાનું ધ્યાને આવ્યું હતુ. જેમાં પાટડી નાગરીક બેંકમાંથી કુલ ૧૪ એન્ટ્રીથી ૫૪,૨૯,૩૮૭ બહારનાં રાજ્યોમાં ઇ્ય્જી થી હેકરે ટ્રાન્સફર કર્યાનું ખુલ્યું હતુ. આથી પાટડી નાગરીક બેંકનાં ચેરમેન અને મેનેજર સહિતનાં આગેવાનો ગાંધીનગર સાઇબર ક્રાઇમમાં ફરીયાદ માટે પહોંચ્યા છે.
પાછલા કેટલાક દિવસોથી ચીટર ગેંગ દ્વારા અભણ અને ભોળા લોકોને ફોન કરી તમને રૂ. ૨૫ લાખનું ઇનામ લાગ્યું છે કે તમારૂ એટીએમ ખોવાઇ ગયું હોવાનુ જણાવી ઓટીપી કે પીન નંબર દ્વારા નાણા ઉપાડી લેવાની સાઇબર ક્રાઇમની ઘટના સામે આવી છે. અને બેંકો દ્વારા આવા ચીટર ગેંગથી સાવધાન રહેવા ગ્રાહકોને ચેતવવાનાં બોર્ડ પણ વિવિધ બેંકોમાં લગાવેલા નજરે પડે છે.
પરંતુ હેકર ગેંગે હવે બેંકોને પણ ન છોડ્યાની સનસનીખેજ વિગતો બહાર આવી છે. પાટડીની મુખ્ય બજારમાં આવેલી ધી પાટડી નાગરિક સહકારી બેંક લિ.માં નગરજનોને એટીએમ, આરટીજીએસ, સ્ટેમ્પ સહિતની વિવિધ આધુનિક સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. અને બેંક પણ છેલ્લા કેટલાક વર્ષોથી વિક્રમજનક નફો પણ કરી રહી છે.
ત્યારે પાટડી નાગરિક બેંકમાં ગત તા. ૧૫, ૧૬ અને ૧૭ જૂનનાં રોજ સાંજનાં સમયે ઇન્ટરનેટ સેવા ઠપ્પ થઇ જવાની સાથે ૧૮મી જૂનનાં રોજ ઇન્ટરનેટ સેવા પુનઃકાર્યરત થતાં બેંકનાં ખાતામાંથી આરટીજીએસ દ્વારા રૂ.૫૪ લાખથી પણ વધારાની રકમ ઉપડી ગયાની સનસનીખેજ વિગતો સામે આવી હતી. આથી બેંક મેનેજર મુકેશભાઇ દેસાઇ દ્વારા સઘન તપાસ કરાવાતા પાટડી નાગરીક બેંકમાંથી કુલ ૧૪ એન્ટ્રીથી ૫૪,૨૯,૩૮૭ બહારનાં રાજ્યોમાં આરટીજીએસથી હેકરે ટ્રાન્સફર કર્યાનું ખુલ્યું હતુ.
જેમાં હેકર દ્વારા રૂ. ૩ લાખથી પણ વધારેની રકમ સાથેની એક એન્ટ્રી મળી કુલ ૧૪ એન્ટ્રી દ્વારા વિવિધ રાજ્યોના દિલ્હી, ગ્વાલિયર અને બેંગ્લોર જેવા શહેરોમાં રૂ. ૫૪,૨૯,૩૮૭ આરટીજીએસ દ્વારા ટ્રાન્સફર કરી નાણા ચાંઉ કર્યાનું ખુલવા પામતા પાટડી નગરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. હાલમાં તો પાટડી નાગરીક બેંકના ચેરમેન રશ્મિભાઇ પરીખ અને મૌલેશભાઇ પરીખ તથા મેનેજર મુકેશભાઇ દેસાઇ સહિતના આગેવાનો ગાંધીનગર સાઇબર ક્રાઇમમાં ફરીયાદ માટે પહોંચ્યા છે.
બેંકમાંથી આરટીજીએસનું ફોર્મ ભર્યા કે એન્ટ્રી કર્યા વગર ખાતામાંથી નાણા ઉધારવાની ઇફેક્ટ ક્યાંથી થઇ એને લઇને ગાંધીનગર સાઇબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાવી છે. પાટડી નાગરિક બેંકમાંથી હેકર દ્વારા રૂ. ૫૪,૨૯,૩૮૭ નું આરટીજીએસ દ્વારા ચીટીંગ કર્યાનું ખુલ્યા બાદ મેનેજર દ્વારા તપાસ કરાતા બેંકમાં ૧૫,૧૬ અને ૧૭ જૂનના રોજ ઇન્ટરનેટ સેવા ઠપ્પ હતી ત્યારે હેકર દ્વારા ૧૫મી જૂને બેંકનો પાસવર્ડ હેક કરી સવારે ૭થી ૧ વાગ્યાના સમય દરમિયાન ૧૪ એન્ટ્રી દ્વારા આ રકમ ટ્રાન્સફર કરાયાનું ખુલવા પામ્યું હતુ.
સાઇબર ક્રાઇમ અંતર્ગત ભેજાબાજ હેકરે ૧૪ એન્ટ્રી દ્વારા રૂ. ૫૪,૨૯,૩૮૭ ભારતના વિવિધ શહેરોમાં ટ્રાન્સફર કરતા પહેલા હેકરે બે એન્ટ્રી ટ્રાન્સફર કરી ફરી પાછા જમા કરાવીને ચેક પણ કર્યાનું ખુલવા પામ્યું છે. હાલ પુરતુ તો બેંકે આરટીજીએસ કામગીરી બંધ કરી બાકીની બેકીંગ કાર્યવાહી યથાવથ રાખી છે. પાટડી નાગરિક સહકારી બેંકમાંથી હેકરે રૂ. ૫૪,૨૯,૩૮૭ આરટીજીએસ દ્વારા ટ્રાન્સફર કર્યાની ઘટના સામે આવ્યા બાદ એમાંથી જેના ખાતામાં નાણા ટ્રાન્સફર થયા એની તપાસ કરી એ ખાતા ધારકને બેંક દ્વારા ફોન કરાતા એણે ખાતામાં રૂ. ૮૫ જ પડ્યાં હોવાનું જણાવ્યું હતુ. આથી ભેજાબાજ હેકરે અજાણ્યા લોકોના ખાતામાં નાણ?ા જમા કરી નાણ??ા ઓળવી ગયાનું સામે આવતા બેંકના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.