પાટણઃ CAA એન NRCના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા
પાટણ:પાટણ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા અમલ માં લાવવામાં આવેલ CAA અને NRC ના કાયદા ના વિરોધ માં .સમગ્ર દેશભર માં દેશવ્યાપી હિંસક આંદોલન થઈ રહ્યા છે.
ત્યારે આજરોજ પાટણ એમ.એન હાઈસ્કૂલ થી કલેકટર કચેરી સુધી વિવિધ સંગઠનો દ્વારા 150 મિટર તિરંગા સાથે ભવ્ય રેલી નિકળી હતી.જેમાં સમગ્ર વાતાવરણ વંદે માતરમ ભારત માતા કી જય ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું.આ રેલીમાં ભાજપ,આર.એસ.એસ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ,વિશ્વ હિન્દુ પરિષદ, સહિત વિવિધ સેવાકીય સંસ્થાઓ અને રાજકીય અને સામાજિક આગેવાનો,તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.અને ત્યારબાદ કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.