પાટણના ગોચનાથમાં બે ટ્રક સામસામે અથડાતા ત્રણનાં મોત
અમદાવાદ, પાટણમાં સમી પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં ત્રણ લોકોના મોત થઈ ગયા છે. હેવી વ્હિકલ વચ્ચે થયેલા અકસ્માતમાં બન્ને વાહનો સામસામે અથડાતા ડ્રાઈવર અને ક્લિનર્સના મોત થઈ ગયા છે.
આ અકસ્માતમાં ગંભીર લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જેમાં બે હાલત ગંભીર છે. આ ઘટનામાં બે લોકોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા હતા જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું.
ડિવાઈડર વગરના સિંગર પટ્ટી રોડ પર બન્ને વાહનો ગતિમાં આવતા હતા અને કોઈએ સાઈડ ના આપતા બન્ને સામ-સામે અથડાયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. સમીના ગોચનાથ ગામ પાસે ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ત્રણના મોત થઈ ગયા છે જ્યારે એકની હાલત ગંભીર છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્માતની ઘટના ગુરુવારે મોડી રાત્રે બની હતી જેમાં રાતના અંધારામાં બે હેવી વ્હિકલ સામસામે અથડાતા સ્થિતિ ગંભીર બની હતી.
અકસ્માત બાદ લોકો મદદ માટે એકઠા થઈ ગયા હતા પરંતુ ટ્રકની હાલત જાેઈને કોઈ સાધન વગર મદદ કરવી મુશ્કેલ હતી. બનાવની જાણ થતાં સ્થાનિક ટીમ મદદ માટે દોડી આવી હતી, અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ સરળતાથી બહાર કાઢવા મુશ્કેલ હતા.
આખરે ટ્રકના પતરાને કાપીને મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા. જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. હજુ પણ સારવાર હેઠળ રહેલા એક વ્યક્તિની હાલત ગંભીર છે. જેમને સમીના રેફરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
આ દર્દીઓને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી શકે છે, કે જ્યાં જરુરી પુરતી સુવિધાઓ મળી રહે. પોલીસ દ્વારા આ અકસ્માતની ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે, જેમાં બનાવ અંગે પૂછપરછ કર્યા બાદ કોની બેદરકારી હતી તે છતું થશે.SS1MS