પાટણના જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ ધારપુર ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો.
૭૧ મા પ્રજાસતાક દિવસનિમિત્તે જી.એમ.ઈ.આર.એસ.મેડીકલ કોલેજ ધારપુર ખાતે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમા દેશની રક્ષા માટે સેવા કરનારા નિવૃત્ત ફૌજીઓ નુ સન્માન કરવામાં આવ્યુ, વિધાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો આ પ્રસંગે મુખ્ય મહેમાન જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ પાટણ શ્રી દશરથજી ઠાકોર જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ ધારપુર ના ડીન શ્રી અને તબીબી અધિક્ષક શ્રી ડો.યોગેશાનંદ ગોસ્વામી, આર.એમ.ઓ ધારપુર હોસ્પિટલ ડો હિતેષભાઈ તેમજ તમામ કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા.