પાટણના વરાણામાં ખોડિયારમાંના મીની કુંભ મેળાનો પ્રારંભ
વઢિયાર પંથકના સમી તાલુકામાં આવેલ વરાણા યાત્રાધામ ખાતે બિરાજમાન આઈ શ્રી ખોડિયાર માતાના મંદિરે પરંપરા મુજબ મહાસુદ એકમથી પૂનમ સુધી યોજાતા મીની કુંભ મેળાનો પ્રારંભ થયો છે. 15 દિવસ ચાલનારા આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ ઓ માતાજી ના દર્શન કરશે.
પાટણ સાંસદ ભરત ડાભીએ મેળાને વિધિવત રીતે ખુલ્લો મુક્યો હતો. વરાણા ગામે વર્ષો જૂનું મા ખોડિયારનું મંદિર આવેલું છે. મંદિરના ઇતિહાસ પાછળ અનેક પૌરાણીક કથાઓ પ્રમાણે ખોડિયાર માં સૌરાષ્ટ્ર તરફ જતા અહીં રોકાયા હતા અને અહીજ તેઓ એ મુકામ કર્યો હતો ત્યારથી વરાણા વઢિયાર પંથકનું એક આસ્થાનું કેન્દ્ર બની ગયુ છે. ખાસ કરીને આહીર સમાજના આરાધ્ય દેવ છે. સમગ્ર ગુજરાતમાંથી શ્રધ્ધાળુઓ આસ્થા સાથે આવે છે,
તો અનેક લોકો આ મેળામાં રોજગારી માટે આવે છે.પાટણના વરાણામાં ખોડિયાર માંના મીની કુંભ મેળાનો પ્રારંભઆ મેળાની વિશેષતા એ છે કે વઢિયાર પંથકના લોકો પોતાના ઘરે પુત્રનો જન્મ થાય એટલે પરિવારજનો વગતે ઢોલે ખોડિયાર માને તલની સાનીની પ્રસાદી ધરાવે છે અને બાધા પુરી કરે છે, તો કેટલાક લોકો દીકરા દીકરીઓના લગ્ન થાય તેવી પણ માનતાઓ રાખે છે અને લગ્ન થયા બાદ બાધા પુરી કરે છે. આઠમના દિવસે ખોડિયાર માનો જન્મ દિવસ હોઈ મોટી સંખ્યામાં માઇભક્તો દર્શનાર્થે આવે છે.પંદર દિવસ ચાલનારા આ મેળામાં પાટણ, વઢિયાર,વાગડ,સહિત સમગ્ર ગુજરાતમાંથી લોકો દર્શન માટે આવે છે, તો મેળામાં મનોરંજનની સાથે સાથે ખાણી પીણીના સ્ટોલ અને ઘરવખરીના સરસમાનનું બજાર ભરાય છે.