પાટણના સિદ્ધપુર ખાતે ગુજરાત લીમ્બાચીયા મહામંડળ દ્વારા નવચંડી યજ્ઞ તેમજ નવીન બાંધકામ ઉદ્ઘાટન સમારંભ યોજાયો
સિધ્ધપુર ખાતે ગુજરાત લીમ્બાચીયા મહામંડળ દ્વારા નવચંડી યજ્ઞ, મંદિરના મુખ્ય દ્વારનું તથા નવીન બાંધકામનું ઉદઘાટનનો સમારોહ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેનશ્રી માનનીય બલવંતસિંહ રાજપુત ના અધ્યક્ષ સ્થાને યોજાયો.
આ પ્રસંગે સિધ્ધપુર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી વર્ષાબેન, લીમ્બાચીયા સમાજ પ્રમુખશ્રી ઉજ્જવલભાઇ, શ્રી રમેશભાઈ, શ્રી જીતુભાઈ, શ્રી પ્રદિપભાઈ વૈધ, શ્રી ભરતભાઇ મોદી, લીમ્બાચીયા સમાજના અન્ય આગેવાનો તથા મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.