Western Times News

Gujarati News

પાટણની દુકાનમાંથી ૧૭ર૪ કિલો તેલનો જથ્થો સીઝ કરાયો

Edible oil manufacturers will have to change labels by 15 January 2023

પ્રતિકાત્મક

પાટણ, પાટણ શહેરમાં કેટલાક વેપારીઓ દ્વારા ખાધતેલમાં ભેળસેળ કરાતી હોવાની બુમરાણ ઉઠવા પામી છે. ત્યારે મંગળવારના રોજ મોડી સાંજે જીલ્લા કલેકટરને ખાનગી રાહે બાતમી મળી હતી કે,

પાટણ શહેરના છીડાયા દરવાજા બહાર આવેલી બહુચર ટ્રેડીગ નામની દુકાનના માલીક દ્વારા પોતાની દુકાનની અંદર તેમજ દુકાનની પાછળ આવેલ પોતાના ઘરમાં ખાધતેલમાં ભેળસેળ કરવામાં આવી રહી છે.

જેના આધારે જીલ્લા કલેકટર દ્વારા પાટણ ખોરાક અને ઔષધ નિયમન કચેરીાન અધિકારીને ઉપરોકત બાબતે અવગત કરી સ્થળ પર તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવા સુચીત કરાયું હતું. જેના પગલે પાટણ ખોરાક અને ઔષધ નિયમન ચૌધરી અને તેમની ટીમે ગઈકાલ રાત્રે જ સ્થળ પર પહોચી મોદી કૃણાલ કિષ્નાલાલ નામના વેપારીની બહુચર ટ્રેડીગ નામની દુકાનમાં તેમજ દુકાનની પાછળ તેમના મકાનમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી.

દુકાન અને મકાનમાં રાખવામાં આવેલ છુટક કપાસીયા તેલ ગુલાબ રિફાઈન્ડમાંથી કપાસીયા તેલ અખરોટનું છૂટક તેલ, ગુલાબ ગ્રાઉન્ડ અખરોટનું તેલ, ફોચ્ર્યુન સોયાબીન તેલ, ગોકુલ ડબલ ફિલ્ટર કરેલ તેલ, કામદા શુદ્ધમાંથી સોયાબીન તેલના ડબ્બામાંથી જરૂરી સેમ્પલ તેલના ડબ્બામાંથી જરૂરી સેમ્પલ લેવામાં આવ્યાં હતા.

ઉપરોકત ખાધતેલ કુલ ૧૭ર૪ કિ.ગ્રા. કિમત ૩.ગ્રામ ૬૦ હજાર ૮રપના જથ્થાને સીઝ કરી તેલનો સેમ્પલને તપાસ માટે સરકારી લેબમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી. વેપારી અને તેના પરીવાર સહીતના સગા-સંબંધીઓમાં સનસનાટી મચી જવા પામી હતી.

અને તપાસને રોકવા અનેક પ્રયુકિત અજમાવી હતી પરંતુ લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરનારા આવા તત્વોને રોકવા પાટણના ખોરાક અને ઔષધ નિયમન કચેરીનાં અધિકારી સહિતની ટીમ દ્વારા તટસ્થ રહીને પોતાની ફરજ બજાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.