Western Times News

Gujarati News

પાટણની સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ્માન ભારત કાર્ડ અને મા કાર્ડના લાભાર્થીઓ માટે મફત નિદાન અને સર્જરી કેમ્પ યોજાશે

Files Photo

પાટણ:  પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આયુષ્માન ભારત યોજના તથા મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત સિવીલ હોસ્પિટલ પાટણ તથા ડિસ્ટ્રીક્ટ હૅલ્થ સોસાયટી પાટણના સહયોગ તથા જયદીપ હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે પાટણની સિવિલ હોસ્પટલ ખાતે મફત નિદાન અને મફત સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

બાળકોના તમામ પ્રકારના ફ્રેક્ચર, જન્મજાત ખોડખાંપણ, સેરેબ્રલ પાલ્સી, પોલીયો, વા-સંધિવા, સાંધામાં થતા ચેપની સારવાર, ટુંકા હાથ કે પગની લંબાઈ વધારવા સહિતની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવા તા.૦૭ માર્ચ, ૨૦૨૦ના રોજ પાટણ સિવીલ હોસ્પિટલ ખાતે મફત સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્માઈલ ટ્રેન અંતર્ગત કપાયેલા હોઠ અને તાળવાની સર્જરીની સારવાર પણ વિનામૂલ્યે કરવામાં આવશે. કેમ્પમાં આયુષ્યમાન ભારત કાર્ડ અને માં વાત્સલ્ય કાર્ડ ધરાવતા લાભાર્થીઓને સ્થળ પર નિદાન કરી સારવાર અર્થે અમદાવાદની જયદિપ હોસ્પિટલ ખાતે રીફર કરી ત્યાં મફત ઑપરેશન કરી આપવામાં આવશે.

સાથે સાથે જે પરિવારો પાસે આયુષ્યમાન ભારત કાર્ડ અને માં કાર્ડ ન હોય તેવા લાભાર્થીઓને મફત નિદાન ઉપરાંત આયુષ્યમાન ભારત કાર્ડ અને માં કાર્ડ કઢાવવા માટેની માહિતી તથા સહાય આપવામાં આવશે. અને કાર્ડ ઈસ્યુ થયેથી મફત ઑપરેશન કરી આપવામાં આવશે. જિલ્લાના ઓછી આવક ધરાવતા તથા સબંધિત તમામ પરિવારોના લાભાર્થીઓને આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.