Western Times News

Gujarati News

પાટણની હોસ્પિટલોમા દાખલ દર્દીઓને રામરહીમ અન્નક્ષેત્ર દ્વારા ભોજનની સુવિધા શરૂ કરાઈ

પાટણઃ વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે, ત્યારે આ વાઈરસને અટકાવવા સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. પાટણની હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓ અને તેમના સગાઓ માટે ભોજનની મોટી સમસ્યા થઈ હતી. તે સમયે રામરહીમ અન્નક્ષેત્ર દ્વારા શહેરની તમામ હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓ અને તેમના સંબંઘીઓને દરરોજ સાંજનું ભોજન પુરૂ પાડવાની કામગીરી હાથ ધરી હતી. આજે પણ જ્યારે કપરી પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે ફરી એકવાર દર્દીઓ માટે રામરહીમ અન્નક્ષેત્ર આગળ આવ્યું છે.  (રાજેશ જાદવ પાટણ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.