પાટણમાં આભ ફાટ્યુઃ બે દિવસ ભારે વરસાદની આગાહી
ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલઃ અમદાવાદમા પણ વરસાદની આગાહી :બે કલાકમાં ૬ ઈંચ વરસાદ શાળા-કોલેજામાં રજા જાહેર |
પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ :હવામાનની આગાહી અનુસાર ગુજરાત-સૌરાષ્ટ્ર તથા કચ્છમાં પાંચ દિવસ ભારે વરસાદપડશે. આ આગાહી મુજબ આજે પાટણમાં જાણે આભ ન ફાટ્યુ હોય એવો મૂશળધાર વરસાદ, વિજળીના ચમકારા તથા ભારે ગગનગર્જનાઓ સાથે વરસી રહ્યાના સમાચાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર માત્ર બે જ કલાકમાં ૬ ઈંચ જેટલો વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારના દ્રષ્યો સર્જાયા હતા. રસ્તાઓ ઉપર કેડ સમા પાણી ભરાયા છે. કોલેજ, શાળાઓ તથા રેલ્વે ગરનાળાઓમાં પણ પાણી ભરાયા હોવાના સમાચાર છે.
કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો કર્મચારીઓ ફસાયા છતાં તેમને સહીસલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. તથા પાટણમાં બંધ શાળાઓ તથા કોલેજા બંધ રાખવાની જાહેરાત કરી છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા છે.
પાટણ જીલ્લાના પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે. સિધ્ધપુરમાં પ્સવારથી કાળાબીંડ વાદળો ઘેરાયા હતા. અને ત્યાં પણ વીજળીના ચમકારા તથા મેઘગર્જના સાથે વરસાદ, તૂટી પડ્યાના સમાચાર મળ્યા છે. ઉત્તર ગુજરાતમાં સર્વત્ર તો ક્યાંક વરસાદના ભારે ઝાપટા પડી રહ્યા છે.
હવામાન ખાતાની આગાહી મુજબ ર જી તથા ૩ જી ઓક્ટોબર સુધી વરસાદ વરસી શકે છે. હવામાન ખાતાની આ આગાહીને કારણે ગરબે ઘુમનારા ખેલૈયાઓ તથા આયોજકો ભારે દ્વિધામાં પડી ગયા છે. હવામાન ખાતાની આગાહી મુજબ અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે.
અમદાવાદમાં ગઈકાલે વરસેલા છુટા છવાયા વરસાદે ફરી પાછી અમદાવાદની હાલત બગાડી નાંખી છે. રસ્તાઓમાં ખાડાઓ હજુ પુરાયા નથી. અને જે પુરાયા હતા તે હતા એવાને એવા જ થઈ ગયા છે. પાણીના ખાબોચીયા ઠેર ઠેર જાવા મળે છે. તથા મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે.
આ ઉપરાંત, ગરબા જ્યાંં રમાનાર છે ત્યાં પ્લોટોમાં પણ પાણી ભરાયા છે. કાદવ-કિચડ જાવા મળે છે. આયોજકો પ્લોટો સાફ કરવાની મથામણમાં છે. ખેલેયાઓ વરસાદમાં પણ ગરબે ઘુમી શકે તે માટે ખાસ ‘રેઈનકોટ’ બનાવવામાં આવી રહ્યા છે. ભારે વરસાદ ને કારણે જેતપુર તથા ભાદરના ડેમો છલકાયા છે. આ વર્ષે સૌરાષ્ટ્ર-રાજકોટમાં સૌથી વધુ વરસાદ પ૮ ઈંચ જેટલો થયો છે.
જેમાં છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. દ્વારકામાં પણ બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે. દ્વારકા ઈસ્કોન ગેટ પાસે પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. પાટણ, ચાણસ્મા, હારીજમાં પણ મુશળધાર વરસાદ થયો છે. છેલ્લા ૪ કલાકમાં ૪ ઈંચ વરસાદ વરસ્યો છે. વડનગરમાં પણ વરસાદ ચાલુ રહ્યો છે.