પાટણમાં ગૌ હત્યાના વિરોધમાં સંપૂર્ણ બંધ પાળી ગાયને શ્રદ્ધાંજલિ અપાઈ
પાટણ,સરસ્વતી તાલુકાના વદાણી લક્ષ્મીપુરા ગામે ગૌ હત્યાના વિરોધમાં સંપૂર્ણ બંધ પાળ્યો હતો. વદાણી ગામે રામદેવપીર સેવા કેમ્પ ઉપર ગાયને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ દિનેશ જાેશી ગૌશાળા અનાવાડા હિતેશ ઠક્કર વિશ્વ હિન્દુ પરિષદ કિશન દેસાઈ વાગડોદ ભરત દેસાઇ છોગાળા કરણી સેના દિનેશ ભીલવણ ચમન પ્રજાપતિ વાગડોદ મહંત શંકર નાથ બાપુ વેળાવાપુરા સંત ગૂલાબનાથ બાપુ મહંત રામ ગીરીબાપુ ખોરસમ ડીસા હરિ દાસ બાપુ તેમજ આજુબાજુથી હજારોની સંખ્યામાં ગૌ પ્રેમીઓ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ કરણી સેનાએ મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
રામગીરી બાપુએ જણાવ્યું હતું કે, લાઈસન્સ વગરની તમામ નોનવેજ હોટલો તંત્ર દ્વારા બંધ કરાવવી જાેઈએ. તેમજ કિશન દેસાઈ દ્વારા ત્રણ સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.
જેમાં એક વદાણી ગામમાં હાઈવે ઉપરની જમીન વાગડોદ પંચાયતની છે તેની કામગીરી કરવી દબાણ દૂર કરવા તેમજ ગાયના હત્યારાને કડકમાં કડક સજા થાય તેવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા તેમજ છ-સાત વર્ષ પહેલા કાતરા ગામમાં પણ આવું કૃત્ય થયું હતું જેથી કરીને તમામ હિંદુ ભાઈઓને જાગૃત થવાની જરૂર છે તેવું જણાવાયું હતું. વાગડોદના પીએસઆઇ તેમજ પાટણ પોલીસ, સરસ્વતી તાલુકા પોલીસનો સ્ટાફ પણ ખડેપગે રહ્યા હતા અને બંદોબસ્ત જાળવ્યો હતો.hs3kp