પાટણમાં ધારપુર સિવિલમાં દર્દીઓને દાખલ કરવા ચારથી પાંચ કલાકનું વેઇટિંગ
પાટણ: ધારપુર સિવિલ હોસ્પિટલમાં ૨૫૦ બેડ સામે ૨૬૨ દર્દીઓ દાખલ હોવાથી ઇમરજન્સી ૧૦૮ સહિત અન્ય ખાનગી વાહનોનો ખડકલો હોસ્પિટલ બહાર જાેવા મળી રહ્યો છે. ચાર-પાંચ કલાકે એક એક દર્દીને બેડ ખાલી થતા દાખલ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૦૦ ઉપર દર્દીઓનું વેઇટિંગ નોંધાઇ ચૂક્યું છે.
પાટણ જિલ્લા કોરોનાનો કહેર વધી રહ્યો છે. રોજ ૧૦૦થી વધુ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. ત્યારે આજે શુક્રવારે સવારે ધારપુર હોસ્પિટલમાં બેડ ભરાઈ જતા ૧૦૦થી વધુ દર્દીઓનેનું વેટીંગ જાેવા મળ્યું હતું અને દર્દીઓને પાંચ કલાક વેટીંગમાં રહેવું પડી રહ્યું છે. ત્યારે હોસ્પિટલની બહાર સારવાર અર્થે ઇમરજન્સી સેવા ૧૦૮માં લાવેલા દર્દીઓની લાઈનો લાગી હતી. ઇમરજન્સી સેવા ૧૦૮માં ઓક્સિજન સાથે બેડની રાહ જાેઈ દર્દીઓ બેસી રહ્યા હતા .
ધારપુરમાં ૨૫૦ બેડ પણ ભરાઈ જતા હાલમાં દર્દીઓ આવતા વેટીંગ નોંધવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં આજે ૧૦૦ દર્દીઓનું વેઇટિંગ નોંધાયું હતું. બેડ ખાલી થતા ઓપીડીમાંથી બહાર હાજર હોય તો દર્દી અથવા અન્ય દર્દીઓને વોર્ડમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. વધુ જરૂયાત વાળા દર્દીઓને વેટિંગમાં ન રાખી તેમને અન્ય હોસ્પિટલમાં લઇ જવા સલાહ અપાઇ છે. અથવા જાે શક્ય હોય અને વ્યવસ્થા થાય તો દાખલ કરવાનો પ્રયાસ કરાય છે.
ધારપુરમાં કોવિડ હોસ્પિટલમાં દર્દીઓથી બેડ ભરાઈ જતા શુક્રવારે સાવરથી જ હોસ્પિટલ બહાર આઠ જેટલી એમ્બ્યુલન્સ દર્દીઓને દાખલ કરાવવા માટે ઓક્સિજન સાથે વેટિંગમાં ઉભી રહ્યા રહી હતી. પાંચથી વધુ કલાકનું વેટીંગ રહ્યું હતું. મોટાભાગના દર્દીઓ વેટિંગમાં ન ઉભા રહી અન્ય જગ્યાએ સારવાર લેવા માટે બેડની શોધખોળ કરી રવાના થઇ રહ્યા છે.