પાટણમાં રેવન્યૂ તલાટી બન્યા ‘સિંઘમ’, માસ્ક બાબતે યુવકોને ડંડાથી ફટકાર્યાં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/advt-western-2021-scaled.jpg)
પાટણ: હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે માસ્ક પહેરવું અનિવાર્ય છે. માસ્ક ન પહેરવા પર ૧,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. ગુજરાતમાં તંત્ર ઉપરાંત પોલીસને માસ્કનો દંડ ઊઘરાવવાની સત્તા આપવામાં આવી છે. આ દરમિયાન ઘણી વખત પોલીસ સાથે ઘર્ષણના બનાવો પણ સામે આવતા હોય છે. ક્યાંક કોઈ વખત તોડ પણ કરી લેવામાં આવ્યાના બનાવો બનતા રહે છે. તો અમુક કિસ્સામાં પોલીસ ડંડાવાળી કરતી હોય તેવા બનાવો પણ બનતા રહે છે. પાટણ જિલ્લામાં એક રેવન્યૂ તલાટી ‘સિંઘમ’ બનીને યુવકોને ફટકારી રહ્યા હોય તેવો બનાવ સામે આવ્યો છે. આ બનાવ બાદ ગામ લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.
હાલ એક વીડિયો ખૂબ વહેતો થયો છે. જેમાં શંખેશ્વર તાલુકાના કુંવર ગામ ખાતે એક તલાટી કેટલાક યુવકોને ડંડાથી ફટકારી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે તલાટી ‘સિંઘમ’ બનીને માસ્ક મામલે યુવકોને ડંડાથી ફટાકરે છે. જાેકે, અહીં એ વાત પણ નોંધવી રહી કે તલાટીને કોઈને માર મારવાની સત્તા કોણે આપી? રેવન્યૂ તલાટીના આવા વર્તનથી ગામ લોકોમાં ખૂબ રોષ જાેવા મળી રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે યુવકોએ માસ્ક પહેર્યું હોવા છતાં રેવન્યૂ તલાટીએ સિંઘમ બનીને યુવકોને ડંડાથી ફટકાર્યા હતા.
આ મામલે ગામના લોકો અને તલાટી દ્વારા અલગ અલગ બચાવ કરવામાં આવ્યો છે. ગામના લોકોનું કહેવું છે કે યુવકોએ માસ્ક પહેર્યું હતું. જ્યારે તલાટીનું કહેવું છે કે યુવકોએ માસ્ક પહેર્યું ન હતું. જાેકે, અહીં એ વાત પણ નોંધવી રહી કે જાે યુવકોએ માસ્ક ન પહેર્યું હોય તો તેમને દંડ ફટકારી શકાયો હોત. પરંતુ રેવન્યૂ તલાટીને યુવકોને માર મારવાની સત્તા કોણે આપી?
દેશમાં કોરોના સંક્રમણની ઝડપ થોડી ઓછી ચોક્કસ થઈ છે પરંતુ એ કહેવું વહેલું ગણાશે કે કોરોનાની પીક ખતમ થઈ ગઈ છે. કોવિડ-૧૯ ના વધતા ગ્રાફની વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં થોડા રાહતના સમાચાર આવ્યા છે. નવા દર્દીઓનો આંકડો ૫ દિવસ બાદ ૪ લાખની નીચે નોંધાયો છે. એક દિવસમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા પણ ૪ હજારથી નીચે નોંધાઈ છે.