પાટણમાં રોડની બાજુમાં ફેંકાયો બાયોમેડિકલનો જથ્થો
પાટણ: પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે.ત્યારે બીજી બાજુ કેટલાક ઈસમો દ્વારા શહેરના જાહેર માર્ગ પર રાત્રી નાં અંધારાનો લાભ લઈને હોસ્પિટલ માં ઉપયોગ કરેલ બાયો મેડીકલ વેસ્ટનો મસમોટો જથ્થો નવીન રેડ કોર્ષ ભવનની બાજુમાં માર્ગની સાઈડમાં નાંખીને જતાં રહેતા આજુબાજુના સોસાયટીના રહીશોના આરોગ્ય સામે ખતરો ઉભો થતાં
આ અંગેની જાણ પાટણના પ્રાંત અધિકારીને કરાઈ હતી. આથી તેઓએ પાલિકાના ચીફ ઓફિસરને યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું. બુધવારે પાલિકાના ચીફ ઓફિસર સહિત વોડૅ ઈન્સ્પેકટર,સેનેટરી ઈન્સ્પેકટર,તાલુકા હેલ્થ ઓફિસ સ્ટાફ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમ્યાન માગૅની સાઈડમાં ખુલ્લામાં ફેકાયેલ અંદાજિત ૧૦૦૦ કિલો બાયો મેડિકલ વેસ્ટના જથ્થામાં વેટેનરી દવા તેમજ મેડિકલ વેસ્ટ હોવાનું જણાયું હતું. આ બાબતે પાલિકા તંત્ર દ્વારા જાહેર માર્ગ પર બાયો મેડિકલ વેસ્ટ ફેકી જનારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છ