પાટણમાં ૧૮ થી ૪૪ વર્ષના લોકો માટે ઓન સ્પોટ વેક્સિનેશન

Files Photo
પાટણ: પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ૧૮ થી ૪૪ વર્ષના લોકો માટે સરકાર દ્વારા આયોજિત કરાયેલ કોરોના ના પ્રથમ ડોઝ ના ફી રસીકરણ અભિયાન અંતર્ગત શુક્રવારના રોજ પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે પાટણ આરોગ્ય વિભાગ દ્વારા ઓન સ્પોટ વેક્સીનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે શુક્રવારથી શરૂ કરાયેલા ઓન સ્પોટ વેક્સીનેશન સેન્ટર નાં પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણ તાલુકા હેલ્થ ઓફિસર ડો. ગૌરવ પરમારે જણાવ્યું હતું કે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ૧૮ થી ૪૪ વર્ષના લોકો માટે વિનામૂલ્યે પ્રથમ ડોઝની રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવી છે
ત્યારે પાટણ શહેરમાં પણ ૧૮ થી ૪૪ વર્ષની ઉંમર ધરાવતા ૧.૧૦ લાખ જેટલા લોકો આ પ્રથમ ડોઝ નાં રસીકરણ અભિયાન નો લાભ લે તેવા ઉમદા હેતુથી અને પાટણ શહેર માંથી કોરોના નાબૂદ થાય તે માટે તમામ લોકો કોરોનાની રસી સરળતાથી મેળવી શકે તેવું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું.