પાટણમાં 34,000 ચો.મી. ક્ષેત્રફળમાં ફેલાયેલા ‘રિજિયોનલ સાયન્સ સેન્ટર’નું લોકાર્પણ
લેન્ડ ઓફ ડાયનાસોર ગેલેરી, હાઇડ્રોપોનિક્સ ગેલેરી, નોબેલ પ્રાઈઝ ગેલેરી, કેમેસ્ટ્રી, ઓપ્ટિક્સ ગેલેરી, હ્યુમન સાયન્સ ગેલેરીનો સમાવેશ થાય છે.
ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્ હસ્તે પાટણ જિલ્લામાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યુ હતું.
ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પાટણ ખાતે રિજીયોનાલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. આ અત્યાધુનિક વિજ્ઞાન કેન્દ્ર પાટણની ઓળખ બનશે તથા પાટણ સહિત ઉત્તર ગુજરાતના વિજ્ઞાનમાં રસ ધરાવતા યુવાનોને અત્યંત ઉપયોગી નીવડશે.
34,000 ચો.મી. ક્ષેત્રફળમાં ફેલાયેલા ‘રિજિયોનલ સાયન્સ સેન્ટર’માં આવેલ ગેલેરીઓ પાટણ જીલ્લાની વિશિષ્ટતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જેમાં લેન્ડ ઓફ ડાયનાસોર ગેલેરી, હાઇડ્રોપોનિક્સ ગેલેરી, નોબેલ પ્રાઈઝ ગેલેરી, કેમેસ્ટ્રી, ઓપ્ટિક્સ ગેલેરી, હ્યુમન સાયન્સ ગેલેરીનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર સૌ શ્રમયોગીઓને આજના ‘વિશ્વ શ્રમિક દિવસ’ ની શુભકામનાઓ આપી હતી.
1 મેના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પાટણમાં કરવામાં આવનાર છે. આ ગૌરવવંતા દિવસની ઉજવણી માટે સમગ્ર પાટણ શહેર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતની જનતાને રાજ્યના સ્થાપના દિવસ નિમિતે મારી શુભેચ્છાઓ ! મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને અન્ય મહાનુભાવોના આદર્શોથી પ્રેરિત, ગુજરાતના લોકો તેમની વિવિધ સિદ્ધિઓ માટે વ્યાપકપણે પ્રશંસનીય છે. આવનારા વર્ષોમાં ગુજરાત અવિરત પ્રગતિ કરતું રહે એવી અભિલાષા…॥