પાટણમા ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી.
ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસ ને હોળી તરીકે ઉજવવામાં આવે છે. હિન્દુઓમાં હોળીના પર્વનુ અનેરૂ મહત્વ રહેલું છે. મારવાડી રાજસ્થાની લોકો દિવાળીના પર્વની જેમ હોળીના પર્વને ઉજવતા હોય છે. આજના પવિત્ર દિવસે અભિમાની રાજા હિરણ્ય કશ્યપે પોતાના પુત્ર પ્રહલાદને ફોઈ હોલિકાના ખોળામાં બેસાડીને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભગવાન વિષ્ણુની ભક્તિમા લિન ભક્ત પ્રહ્લાદને હોળીકા ની અગ્નિમાંથી પણ ભગવાને ઉગારી લીધો હતો. ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાતા હોળીના પર્વને પાટણના નગરજનોએ પણ ભક્તિમય માહોલ વચ્ચે મહોલ્લા-પોળો અને સોસાયટી વિસ્તારોના ચોકમાં શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે હોળીકા ને પ્રજ્વલિત કરીને દરેકના દુઃખ દર્દ અને રોગો દૂર થાય તેવી કામના વ્યક્ત કરી હતી. શ્રદ્ધાળુઓએ ખજૂર, ધાણી અને પાણી સાથે હોળીકા ની પ્રદક્ષિણા કરીને ભક્ત પ્રહલાદની જેમ તેઓની પણ ભગવાન વિષ્ણુ સદાય રક્ષા કરે તેવી પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી..