પાટણ અમૃત દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોરનું ઉદઘાટન
જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ અને હોસ્પિટલ,ધારપુર-પાટણ ખાતે શિવ નારાયણ સંન્યાસ આશ્રમ,કડી (કરણનગર) ના સ્વામીશ્રી નિર્ભયાનંદજી બાપુ તથા શાન્તાનંદજી માતાજી, ડીનશ્રી તથા તબીબી અધિક્ષકશ્રી ર્ડા.યોગેશાનંદ ગોસ્વામી અને એચ.એલ.એલ. લાઇફ કેયર લિમિટેડ,અમદાવાદના ઉપાધ્યક્ષશ્રી શૌવિક ઘોષની ઉપસ્થિતિમાં અમૃત દિનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોરનું ઉદઘાટન કરી શરૂ કરવામાં આવેલ છે.આ દિનદયાળ સ્ટોરમાં સરકારશ્રી દ્વારા પુરી પાડવામાં આવતી દવાઓ સિવાયની જેનેરીક દવાઓનું માર્કેટ ભાવ કરતાં ઓછા ભાવમાં વેચાણ શરૂ કરેલ છે.જેથી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા દર્દીઓને સસ્તી અને સારી ગુણવત્તા વાળી દવાઓ મળી રહે.