Western Times News

Gujarati News

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના બાસ્પા ગામમાંથી બોગસ તબીબ પકડાયો

Files Photo

પાટણ: ગુજરાતમાં બોગસ ડોકટરોનો રાફડો ફાટી નીકળ્યો છે. આ ડિગ્રી વગરના તબીબો લોકોના સ્વાસ્થ સાથે ચેડા કરીને લોકોની જિંદગી સાથે ખીલવાડ કરી રહ્યા છે. જિલ્લામાં પણ કોરોના મહામારી વચ્ચે કેટલાય ડિગ્રી વગરના તબીબોએ પોતાની હાટડીઓ ચાલુ કરીને લોકોને દવાના નામે ખંખેરી રહ્યા છે. આવા બોગસ ડોકટરોના કારણે કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. વધુ એક ડિગ્રી વગરનો ડૉક્ટર પાટણ જિલ્લાના હારીજ તાલુકાના બાસ્પા ગામમાંથી મળી આવ્યો છે.

બાસ્પા ગામે આવેલી દુકાનમાં કોઈ પણ જાતના મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર કોરોના મહામારીમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો મેડિકલ ડિગ્રી વગરનો તબીબ પટેલ મહેશ કાંતિભાઈને પાટણ એસઓજી પોલીસે બાતમીના આધારે રંગે હાથ ઝડપી લઈને મેડિકલના સાધનો દવાઓ, ઇન્જેક્શન, સીરપ મળી કુલ રૂપિયા ૬,૫૫૨નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડૉક્ટરને પાટણ એસઓજી પોલીસે ઝડપી લેતા ડિગ્રી વગર ખાનગીમાં દવાખાના ચલાવતા બોગસ તબીબોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

કોરોના મહામારીમાં બોગસ ડોકટરો લોકોના સ્વાસ્થ સાથે ખેલી રહ્યા છે.આ ડોકટરો પાસે કોઇજાતની ડિગ્રી હોતી નથી તે દવા બોટલ ચડાવી બિન્દાસ્તપણે પૈસા કમાવી રહ્યા છે પરતું છેલ્લા કેટલાક સમયથી પોલીસતંત્રની સજાગતાથી આવા બોગસ ડોકટરો સામે તવાઇ બોલાવવમાં આવી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ આવા બોગસ ડોકટરો પ્રેકટીસ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.